Education

આધાર કાર્ડનો દુરુપયોગ કઈ રીતે નિવારશો? શ્રેણીઃ હાઉસિંગ ફાઈનાન્સ

Planning
19-12-2023
blog-Preview-Image

આધાર કાર્ડ ભારતમાં તમારી ઓળખ સિદ્ધ કરવા માટે સૌથી મહત્ત્વપૂર્ણ રીતમાંથી એક બની ચૂકી છે. તમને બેન્ક અકાઉન્ટ ખોલાવવા અને તમારા આવકવેરા રિટર્ન ભરવા સહિતનાં કામો માટે તેની જરૂર પડે છે. આધાર સુરક્ષિત રાખવા અને તેના દુરુપયોગથી લોકોને રોકવા માટે તે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

ભારત સરકારે આધારને વધુ સંરક્ષિત બનાવવા માટે ઘણાં બધાં પગલાં લીધાં છે. ધ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ) પાસે તમારો આધાર લોક અને અનલોક કરવાની રીત છે. આ તેને વ્યક્તિનો આધાર નંબર વધુ ખાનગી અને સુરક્ષિત બનાવે છે.

આધાર કાર્ડ નંબર વિશે જાણવા જેવું બધું જ

આધાર નંબર 12 આંકડાનો નંબર હોય છે, જે તમને યુઆઈડીએઆઈ દ્વારા આપવામાં આવે છે. તે સરકારી લાભો અને સહાય મેળવવા તમારી ઓળખ અનેતમે ક્યાં રહો છો તે સિદ્ધ કરવા ઉપયોગ કરવામાં આવે છે. આધાર કાર્ડ કાયમી નિવાસી દસ્તાવેજ નથી. તે ઓળખ અને સરનામાનો પુરાવો તરીકે વ્યાપક સ્વીકાર કરાય છે. તે આધાર કાર્ડનું રક્ષણ કરરવા અને તેને લીધે તેનો દુરુપયોગ કરવાથી લોકોને રોકવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

યુઆઈડીએઆઈ ઘણી બધી સલામતીની વિશિષ્ટતાઓ ધરાવે છે, જે તમારા આધાર કાર્ડનું રક્ષણ કરવા ઉપયોગ કરી શકાય છે. જો તમારી પાસે આધાર કાર્ડ નહીં હોય તો તમે વર્ચ્યુઅલ આઈડીનો ઉપયોગ કરી શકો છો. તમારા આધાર કાર્ડનો દુરુપયોગ રોકવા વિશે વધુ જાણકારી માટે આ લેખ વાંચો.

આધાર કાર્ડનો દુરુપયોગ નિવારવા ટિપ્સ

  1. ઓનલાઈન આધાર કાર્ડના બાયોમેટ્રિક્સ લોક કરવા.

આધાર કાર્ડ કોઈ દ્વારા દુરુપયોગ નહીં કરવામાં આવે તેની ખાતરી રાખવા માટે તેને હંગામી ધોરણે લોક કરવા ઓનલાઈન પદ્ધતિનો ઉપયોગ કરો. તમે યુઆઈડીએઆઈની વેબસાઈટ પર તમારી આધાર કાર્ડની સ્થિતિ તપાસી શકો છો. તમારું આધાર લોક કરવા નિમ્નલિખિત પગલાંનું પાલન કરોઃ

  • યુઆઈડીએઆઈની વિધિસર વેબસાઈટ પર જાઓ.
  • "Lock/Unlock Biometrics" વિકલ્પ પરટેપ કરો અને ઘોષણા મોકલો.
  • આધાર કાર્ડ પર "Aadhaar" સાથે શરૂ થતો નંબર એન્ટર કરો.
  • વેરિફિકેશન સાથે આગળ વધવા માટે captcha code એન્ટર કરો.
  • હવે "Send OTP" વિકલ્પ પસંદ કરો.
  • 10 મિનિટમાં તમે સાઈન અપ કર્યું હોય ત્યારે આપેલા ફોન નંબર પર ઓટીપી કોડ મળશે.
  • ઓટીપી કોડ એન્ટર કર્યા પછી "Enable locking feature" વિકલ્પ પર ટેપ કરો.
  • તમારા આધાર કાર્ડ પર બાયોમેટ્રિક્સ બ્લોક થશે.
  1. એસએમએસ થકી આધાર કાર્ડના બાયોમેટ્રિક્સ લોક કરો.
  • આધાર કાર્ડ લોક કરવાનું સૌપ્રથમ પગલું ઓટીપી વિનંતી સુપરત કરવાનું છે. તે એસએમએસ થકી દુરુપયોગ નહીં કરી શકાય એસએમએસનો લેઆઉટ "Get OTP (આધાર કાર્ડના છેલ્લા 4 કે 8 આંકડા)" હોવો જોઈએ.
  • તમારા આધાર કાર્ડને લોક કરવા માટે ઓટીપી પ્રાપ્ત કર્યા પછી વધુ એક એસએમએસ મોકલો. ટેક્સ આવો દેખાશેઃ "Lock UID (આધાર કાર્ડના છેલ્લા 4 કે 8 આંકડા) અને 6 આંકડાનો ઓટીપી."
  1. ઈમેઈલ અને મોબાઈલ ઓટીપી રજિસ્ટ્રેશન 
  • તમારા આધાર કાર્ડ સાથે તમે ઉપયોગ કરવા માગો તે કોઈ પણ ડિજિટલ સેવાઓ માટે તમારે ઓટીપીનો ઉપયોગ કરવાનો રહેશે, જે તમારા રજિસ્ટર્ડ ફોન નંબર અને ઈમેઈલ એડ્રેસ પર મોકલવામાં આવશે. આમ, તમારે તમારું ઈમેઈલ એડ્રેસ અને સેલ ફોન નંબર તમારા આધાર કાર્ડ સાથે જોડવાનો રહેશે.
     
  • સરકારે લોકો અને ઠગ સંસ્થાઓને ઓટીપીનો દુરુપયોગ કરવાથી રોકવા માટે "time-based OTP" અથવા "TOTP" નામે નવી વિશિષ્ટતા રજૂ કરી છે. ટીઓટીપી સાથે તમે યુનિક કોડ નિર્માણ કરી શકો છો, જે તમને સેવાઓ મેળવવા માટે તમારું આધાર કાર્ડ ઉપયોગ કરવાની અનુકૂળતા આપે છે.
  1. આધાર નંબરને સ્થાને વર્ચ્યુઅલ આઈડી ઉપયોગ કરો.
  • આધાર નંબર યુઆઈડીએઆઈ વેબસાઈટ પરથી "વર્ચ્યુઅલ આઈડી" નામે 16 આંકડાનો કોડ મેળવવા ઉપયોગ કરી શકાય છે. તમે નવો નિર્માણ નહીં થાય ત્યાં સુધી આ આઈડી ઉપયોગ કરતાં રહી શકો છો. વર્ચ્યુઅલ આઈડી તમારું આધાર કાર્ડની જગ્યાએ સર્વત્ર ઉપયોગ કરી શકાય છે અને તે તમારું આધાર કાર્ડ સુરક્ષિત રાખવામાં પણ મદદ કરે છે.
  • તમારું વર્ચ્યુઅલ આઈડી કેવાયસી પ્રક્રિયાના ભાગરૂપે અથવા માહિતી વેરિફાઈ કરવા માટે સંસ્થાને આપી શકાય છે. પ્રક્રિયા પૂર્ણ થવા પર તમારે નવી વર્ચ્યુઅલ આઈડી નિર્માણ કરી શકો છો, જેથી તમારી ખાનગી વિગતો સુરક્ષિત રહેશે અને કોઈ અન્ય તે જોઈ નહીં શકશે.

આને કારણે વર્ચ્યુઅલ આઈડી આધાર કાર્ડ માટે ઉત્કૃષ્ટ વિકલ્પ છે. 

ધ્યાન રાખવાના મુદ્દા

નીચે અમુક બાબતો આપી છે, જે આધાર કાર્ડનો દુરુપયોગ રોકવા તમને મદદરૂપ થઈ શકે છેઃ 

  • જો તમારું આધાર કાર્ડ લોક થાય તો તમે તમે કોણ છો તે સિદ્ધ કરવા હંગામી રીત તરીકે તેના બાયોમેટ્રિકનો ઉપયોગ કરી શકો છો.
  • તમે તમારા આધાર કાર્ડ પર બાયોમેટ્રિક્સનો ઉપયોગ નહીં કરી શકો, જેથી તમારી અમુક બેન્ક લેણદેણને અસર થશે અથવા સામાન્ય કરતાં વધુ સમય લાગશે.
  • ઓટીપી તમારા આધાર કાર્ડના બાયોમેટ્રિક ભાગમાં જવાની એકમાત્ર રીત છે.
  • તમને સાઈન અપ કરવા સમયે તમે આપેલા ફોન નંબર પર ઓટીપી સાથે એસએમએસ મળશે.
  • યુઆઈડીએઆઈની સેવાઓ લોક અને અનલોક કરવાનું નિઃશુલ્ક છે.
  • તમારા આધાર કાર્ડની માહિતી આપવા પૂર્વે તમારે હંમેશાં એ જાણી લેવું જોઈએ કે તમારી પાસે તે શા માટે માગવામાં આવી છે.
  • તમારો ઓટોપી કોઈને કહેશો નહીં.

તારણ 

આધાર કાર્ડ રાષ્ટ્રીય આઈડી છે, જે તમારે માટે અજોડ નંબર છે. તે વ્યાપક સ્વીકારાતી આઈડી અને સરનામાના પુરાવાનું પ્રમાણિત સ્વરૂપ છે. તેનાથી તમે વિવિધ પ્રકારની સેવાઓ મેળવી શકો છો. ભારતમાં ઘણી એવી સુવિધાઓ છે જયાં તે બતાવવા માટે તમે આધારની કાગળની નકલો તમે રાખી શકો છો. 

જોકે તેમને તે કરવાની મંજૂરી નથી. યુઆઈડીએઆઈએ ઘણી બધી સેવાઓ ઉપલબ્ધ કરી છે. તેઓ આ કરે છે, કારણ કે ગ્રાહકો તેમનાં આધાર કાર્ડને દુરુપયોગથી બચાવી શકો છો. પિરામલ ફાઈનાન્સને ફોલો કરો, કારણ કે તે દરેક માટે ઉત્તમ ફાઈનાન્સિંગ વિકલ્પ છે. આવા રસપ્રદ વિષયો પર વધુ જાણકારી માટે Visit their website.

;