Dream Mobile

તમારું આધાર કાર્ડ તમારા પેન કાર્ડ અને મોબાઈલ નંબર સાથે કઈ રીતે જોડશો?

Planning
19-12-2023
blog-Preview-Image

ભારતમાં આધાર અને પેન કાર્ડસ સામાન્ય ઓળખના પુરાવા છે. સરકારે મોબાઈલ નંબર સાથે આધાર અને પેન જોડવાનું મહત્ત્વપૂર્ણ બનાવી દીધું છે. નાગરિકોએ તેમનો આધાર, પેન, એલપીજી જોડાણ અને બેન્ક અકાઉન્ટ લિંક કરવા જોઈએ. તેનાથી સરકારને નાગરિકોની નાણાકીય પ્રવૃત્તિઓનું પગેરું રાખવામાં મદદ થાય છે અને કરચોરી અને છેતરપિંડી નિવારવામાં મદદ થાય છે.

તમારો આધાર અને પેન તમારા મોબાઈલ નંબર સાથે જોડવો તે બહુ સરળ પ્રક્રિયા છે, જે તમે ઘેરબેઠા આરામથી ઓનલાઈન કરી શકો છો. આ લેખ આધાર અને પેન મોબાઈલ નંબરો સાથે જોડવા માટેનાં પગલાં અધોરેખિત કરે છે.

What are Aadhaar and PAN?
આધાર અને પેન શું છે?

આધાર કાર્ડ દરેક ભારતના નાગરિકો, પછી તેમની ઉંમર, લિંગ કે વ્યવસાય ગમે તે હોય તો પણ જારી કરાતો અજોડ ઓળખનો દસ્તાવેજ છે. તેમાં સંપર્ક વિગતો અને બાયોમેટ્રિક માહિતી સાથે 12 અજોડ આંકડા સમાવિષ્ટ છે.

આવકવેરા વિભાગ ભારતના નાગરિકો માટે પેન કાર્ડ મંજૂર કરે છે. પેન કાર્ડમાં દસ આંકડાનો અજોડ નંબર હોય છે. દરેક કરદાતાએ સરકાર દ્વારા જારી પેન કાર્ડ ધરાવવાનું આવશ્યક છે.

પેન કાર્ડ સાથે આધાર ક્યાર સુધી જોડવાનો છે?

ભારત સરકારે આધાર અને પેન જોડવાની તારીખ 31 ડિસેમ્બર, 2023 સુધી લંબાવી છે. રૂ. 1000નો દંડ ભર્યા વિના તે જોડવાનો છેલ્લો દિવસ 31 માર્ચ, 2022 હતો.

પેન અને આધાર જોડવાનું ઓનલાઈન અથવા ઓફફલાઈન માધ્યમથી કરી શકાય છે. વિધિસર આવકવેરા પોર્ટલ થકી ઓનલાઈન અરજી કરો. ઉપરાંત તમે ઓફફલાઈન આધાર અને પેન જોડવા માટે ઉલ્લેખિત દસ્તાવાજો સુપરત કરી શકો છો.

પેન અને આધાર કાર્ડ જોડવા માટે દસ્તાવેજો

  • પેન કાર્ડ
  • આધાર કાર્ડ

તમે નિમ્નલિખિત બે આસાન પગલાં દ્વારા ઓનલાઈન આધાર અને પેન કાર્ડ આસાનીથી જોડી શકો છોઃ

પગલું 1: નાનું મથાળું (500 અને મોટું મથાળું (0021) હેઠળ એનએસડીએલ પર રૂ. 1000ની ફી ભરો. 

  1. તમે ઈન્કમ ટેક્સ પેમેન્ટ પેજની વિઝિટ કરી શકો અને નોન- ટીડીએસ શ્રેણી હેઠળ ચલાન નં. આઈટીએનએસ 280 સિલેક્ટ કરો.
  2. આગામી પેજ પર તમે એક પછી એક (0021) અને (500) સિલેક્ટ કરી શકો છો.
  3. આ પછી નાણાકીય વર્ષ 2023-24 માટે સરનામું, સંપર્ક અને પેન કાર્ડની વિગતો જેવી અંગત વિગતો ભરવા માટે નીચે સ્ક્રોલ કરો.
  4. હવે ફી માટે ચુકવણીનું માધ્યમ સિલેક્ટ કરો.

પગલું 2: 2023-24 માટે આધાર અને પેન જોડવાની વિનંતી જમા કરો.

પેજ ફોલો કરો અને પેન તથા આધાર જોડવા જોડવા માટે આખરી અરજી સુપરત કરવા ચુકવણી કરો. તે સામાન્ય રીતે અપડેટ અને તેમને જોડવા માટે 4-5 દિવસ લે છે.

તમારું આધાર અને પેન કાર્ડ જોડવાની ત્રણ અન્ય પદ્ધતિ છે.

પદ્ધતિ 1: તમે તમારું આધાર અને પેન કાર્ડ એસએમએસ થકી જોડી શકો છો.

પદ્ધતિ 2: તમે તમારા અકાઉન્ટમાં લોગઈન કરીને જોડી શકો છો.

પદ્ધતિ 3: તમે અકાઉન્ટમાં લોગઈન કર્યા વિના જોડી શકો છો.

તમે આધાર અને પેન જોડવાની પદ્ધતિનાં દરેક પગલાં તપાસી શકો છો. તમે સૂઝબૂઝપૂર્વક પસંદ કરી શકશો.

પદ્ધતિ 1: તમે તમારું આધાર અને પેન કાર્ડ એસએમએસ થકી જોડી શકો છો.

તમારા નોંધણીકૃત મોબાઈલ નંબર પરથી 567678 અને 56161 પર એસએમએસ મોકલો.

દાખલા તરીકે, UIDPAN 123456789123 HMRP1234L

પદ્ધતિ 2: તમે તમારા અકાઉન્ટમાં લોગઈન થકી જોડી શકો છો.

પગલું 1: ઈન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગ વેબસાઈટની વિઝિટ કરો અને જો તમે કર્યું હોય તો રજિસ્ટર કરો.

પગલું 2: પોર્ટલમાં લોગઈન કરવા માટે યુઝર આઈડી અને પાસવર્ડ ભરો.

પગલું 3:  "My Profile"માં જાઓ અને "Personal Details" વિકલ્પ હેઠળ "Link Aadhaar" સિલેક્ટ કરો.

પગલું 4: ઈ-ફોર્મમાં પૂછવામાં આવેલી નામ, લિંગ, જન્મતારીખ જેવી અંગત વિગતો અને બધી અન્ય વિગતો એન્ટર કરો. આધાર નંબર ભરો અને બધી માહિતી ફરીથી તપાસી જુઓ.

આગળ વધવા માટે તમારી સંમતિ આપો અને લિંક આધાર બટન પર ક્લિક કરો.

પગલું 5: સ્ક્રીન પોપ-અપ મેસેજ આપીને તમને અરજી સ્વીકારવા માટે માહિતગાર કરશે.

પદ્ધતિ 3: તમે અકાઉન્ટમાં લોગઈન કર્યા વિના લિંક કરી શકો છો.

પગલું 1: વિઝિટ કરો www.incometax.gov.in અને તળિયેથી "Our Services" ટેબ સિલેક્ટ કરો.

પગલું 2: પેજ પર પેન અને આધાર કાર્ડ નંબર એન્ટર કરો અને પ્રોસીડ પર ક્લિક કરો.

પેજ હવે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર પેમેન્ટનો મેસેજ બતાવશે. તમે "Continue" અને "Link Aadhaar" પર ક્લિક કરીને વેરિફાઈ કરી શકો છો. આ પછી આવશ્યક વિગતો ભરો અને વેરિફાઈ કરવા માટે છ આંકડાનો ઓટીપી સુપરત કરો.

તમે તમારાં પેન અને આધાર કાર્ડ સફળતાથી જોડ્યાં છે.

આધાર અને પેન કાર્ડ જોડ્યાની સ્થિતિ તપાસવા માટે નિમ્નલિખિત પગલાંનું પાલન કરોઃ

પગલું 1: આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલની વિઝિટ કરો.

પગલું 2: હોમ પેજ પર 'Quick Links" પર જાઓ અને "Link Aadhaar Status" સિલેક્ટ કરો.

પગલું 3: તમારા આધાર અને પેન કાર્ડ નંબરો એન્ટર કરો.

પગલું 4:  "View Link Aadhaar Status" પર ક્લિક કરો અને સ્થિતિ જાણો.

વેબસાઈટ આધાર અને પેન કાર્ડ લિંકની સ્થિતિ તમને બતાવશે.

જો કાર્ડ જોડાઈ ગયાં હોય તો તમે આવકવેરા રિટર્ન ફોર્મ ભરી શકો છો. જો કાર્ડસ જોડાયાં નહીં હોય તો પોપ-અપ નીચે દેખાશે.

હવે જો તમારો મોબાઈલ નંબર તમારા આધાર સાથે જોડાયો નહીં હોય તો નિમ્નલિખિત પગલાં તપાસી શકો છો.

આધારને મોબાઈલ નંબર સાથે કઈ રીતે જોડશો?

તમારો આધાર તમારા મોબાઈલ ઓપરેટર પાસે ગયા વિના તમારા મોબાઈલ નંબર સાથે જોડવાની રીત અહીં આપી છે.

નવા સિમ ઉપભોક્તાઓ તેમના મોબાઈલ નંબરને તેમનો આધાર જોડી શકે છે.

નવું સિમ મેળવવા અને તેને આધાર સાથે જોડવા માગતા હોય તેઓ નજીકના મોબાઈલ ઓપરેટર પાસે જઈ શકે અને નિમ્નલિખિત પગલાંનું પાલન કરી શકે છેઃ

  • સિમ કાર્ડ ખરીદી કરો અને આધાર કાર્ડ કોપી અને વીજ બિલ સરનામાના પુરાવા તરીકે પૂરાં પાડો.
  • તમારું આધાર વેરિફાઈ કરવા બાયોમેટ્રિક સ્કેન પૂર્ણ કરો.
  • તમે વેરિફિકેશન પછી તમારું નવું સિમ લઈ શકો છો, જે એક કલાકમાં સક્રિય થશે.

તમે નિમ્નલિખિત પગલાંનું પાલન કરીને તમારા મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે ઓનલાઈન જોડી શકો છો.

  • તમારા ફોન પરથી ટેલિકોમ ઓપરેટરના પોર્ટલ પર જાઓ.
  • મોબાઈલ નંબર અને ઓટીપી વિનંતી એન્ટર કરો.
  • ઓટીપી નોંધણીકૃત મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે. તમારો ઓટીપી એન્ટર કરો અને આગળ વધો.
  • ઉપભોક્તાઓએ નિયમો અને શરતો સ્વીકારવાના રહેશે અને તેમના મોબાઈલ નંબર સાથે આધારને જોડવા માટે પ્રોસીડ પર ક્લિક કરવાનું રહેશે.
  • ઉપભોક્તાઓને વેરિફાઈડ મોબાઈલ નંબર પર સમર્થન પ્રાપ્ત થશે.

તારણ

ભારત સરકાર નાગરિકોને તેમના મોબાઈલ નંબરો સાથે તેમનાં આધાર અને પેન જોડવા માટે અનુરોધ કરે છે. તેનાથી સરકારને નાણાકીય પ્રવૃત્તિઓનું પગેરું રાખવામાં મદદ થશે.

આવા વધુ માહિતીસભર લેખો માટે વિઝિટ કરો Piramal Finance. તેઓ વ્યાપક શ્રેણીની નાણાકીય યોજનાઓ અને સેવાઓ પણ ઓફર કરે છે. તમે ઓફર પરની વિવિધ પ્રોડક્ટો અને સેવાઓ બ્રાઉઝ કરી શકો છો.

;