Education

આધારને પેન કાર્ડ સાથે ઓનલાઈન કઈ રીતે જોડી શકાયઃ પગલાં અનુસાર માર્ગદર્શિકા

Planning
19-12-2023
blog-Preview-Image

આધાર કાર્ડને પેન કાર્ડ સાથે જોડવાનું મહત્ત્વપૂર્ણ છે. જો તમે આધારને પેન સાથે નહીં જોડો તો આવકવેરા રિટર્ન નકારાઈ જશે. જો ઉપભોક્તાઓ રૂ. 50,000થી વધુ નાણાં ટ્રાન્સફર કરવા માગતા હોય તો તેમણે તેમનું પેન કાર્ડ તેમના આધાર કાર્ડ સાથે જોડવાનું આવશ્યક છે.

આધાર કાર્ડ સાથે પેન કાર્ડ જોડવાનું આસાન છે અને તે કરવાની ઘણી બધી રીત છે. આ પોસ્ટમાં ઓનલાઈન આધારને પેન કાર્ડ સાથે કઈ રીતે જોડવું તે જાણો.

આધાર- પેન જોડાણ માટે આખર તારીખ

ભારત સરકારે આધાર અને પેન કાર્ડ જોડવા માટે આખર તારીખ 31 માર્ચ, 2023 સુધી વધારી છે. અગાઉ આખર તારીખ 31 માર્ચ, 2022 હતી.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા જાહેર કરાયું છે કે આખર તારીખ સુધી તેનું પાલન નહીં કરાય તો 1લી એપ્રિલ, 2022થી પેનને આધાર જોડવા માટે ખર્ચ કરવો પડશે.

જો પેન અને આધાર June 30 2022 સુધી જોડવામાં નહીં આવ્યાં હોય તો રૂ. 500નો દંડ લાગુ થશે. જો આધાર અને પેન કાર્ડ July 1, 2022 પછી જોડવામાં નહીં આવ્યું હોય તો રૂ. 1000નો દંડ લાગુ થશે.

આધાર અને પેન કાર્ડ જોડવાનું મૂલ્ય

બધા પેન કાર્ડ ધારકો માટે નિમ્નલિખિત કારણોસર આધાર અને પેન જોડવાનું મહત્ત્વપૂર્ણ છેઃ

  • તે એક વ્યક્તિ એકથી વધુ પેન કાર્ડ ધરાવવાની શક્યતા દૂર કરે છે.
  • આધાર અને પેન જોડવાથી આવકવેરા કાર્યાલય કોઈ પણ કરચોરી પકડી શકે છે.
  • આવકવેરા રિટર્ન ફાઈનલ કરવાનું આસાન બન્યું છે, કારણ કે લોકોએ તેમનું આવકવેરા રિટર્ન ભરવા માટે પુરાવો આપવાની જરૂર રહેતી નથી.
  • આધાર અને પેન કાર્ડ જોડવાથી પેન રદ થવાનું અટકી શકે છે.

આધાર અને પેન જોડવાનું મહત્ત્વ

અજોડ ઓળખપત્રો, જેમ કે, પેન કાર્ડ અને આધાર કાર્ડ નોંધણી અને ઓળખના વેરિફિકેશન માટે આવશ્યક છે. સરકારે બધી કંપનીઓને આધાર- પેન કાર્ડ જોડવાની સલાહ આપી છે. નિમ્નલિખિત લક્ષ્યો આ પગલાંને પ્રોત્સાહિત કરશેઃ

કરચોરી ટળશે

સરકાર આધાર - પેન જોડાણ થકી ચોક્કસ વ્યક્તિ કે કંપનીની કરપાત્રતા પ્રવૃત્તિની દેખરેખ રાખી શકશે અને તેમનું આધાર કાર્ડ તેમની ઓળખ અને નિવાસનો પુરાવો તરીકે કામ કરશે. આનો અર્થ સરકાર દરેક કરપાત્ર વેપાર કે પ્રવૃત્તિનું પગેરું રાખી શકશે.

આને કારણે કરચોરી લાંબો સમય નહીં થશે. આવું થવાનું કારણ સરકાર પાસે સર્વ નાણાકીય ઘટનાઓનો વ્યાપક રેકોર્ડ છે, જેથી દરેક પેઢી માટે કર ભરવાનું જરૂરી બનીને કરચોરી ટળશે.

અનેક પેન કાર્ડ

લોકો સરકારને છેતરવા માટે અનેક પેન કાર્ડ પ્રાપ્ત કરતા હોવાથી તેમને નિવારવા પેન અને આધાર જોડવાનું વધુ એક કારણ છે.

કંપની આર્થિક કામગીરીના ચોક્કસ સંચ માટે એક પેન કાર્ડનો ઉપયોગ કરી શકે છે અને વધુ એક પેન કાર્ડ માટે અરજી કરીને તે સંકળાયેલા કરો માટે ઉપયોગ કરી શકે છે. અન્ય પેન કાર્ડ કંપની પોતાની પરનો કર ભરવાનું ટાળવા માટે આવકવેરા વિભાગમાંથી છુપાવવા લેણદેણ કે અકાઉન્ટ્સ માટે અન્ય પેન કાર્ડનો ઉપયોગ કરી શકે છે.

 સરકાર આવી કંપનીને આધાર કાર્ડ થકી ઓળખશે અને તે પછી આધાર કાર્ડ સાથે આધાર અને પેન જોડાણ થકી કરાયેલી બધી નાણાંની લેણદેણની નોંધ મેળવી શકશે. સરકાર એક જ નામે નોંધાયેલાં ડુપ્લિકેટ પેન કાર્ડને ઓળખી શકશે અને તેવું થવા પર યોગ્ય પગલાં લેશે.

પેન સાથે આધાર જોડવાની પદ્ધતિ

આધાર કાર્ડ સાથે પેન જોડવા માટે બે પદ્ધતિ છે. તે નીચે મુજબ છેઃ

  1. આવકવેરાના ઈ-ફાઈલિંગ પોર્ટલ થકી.
  2. એસએમએસ ટ્રાન્સમિશન.

આધાર અને પેન જોડવા માટે ઈ-ફાઈલિંગ વેબસાઈટનો ઉપયોગ

પેન કાર્ડને આધાર કાર્ડ સાથે ઓનલાઈન કઈ રીતે જોડી શકાય તે પદ્ધતિ નીચે બતાવવામાં આવી છે. આ જોડવાની પ્રક્રિયા ભારતના આવકવેરા વિભાગની ઈ-ફાઈલિંગ વેબસાઈટનો ઉપયોગ કરીને કરાય છે.

પગલું 1

 વિઝિટ કરો Income Tax e-filing website.

પગલું 2

વેબસાઈટ પર 'Quick Links' બટન દેખાશે. શરૂઆત કરવા તેની પર ક્લિક કરો અને તે પછી 'Link Aadhaar' પેટા- વિકલ્પ ચૂંટો.

પગલું 3

આ પૂર્ણ કરવા પર પોપ-અપ મેસેજ દેખાશે, જે પેમેન્ટની માહિતી વેલિડેટ થઈ હોવાનું કહેશે. આગળ વધવા માટે 'Continue' વિકલ્પ ચૂંટો.

પગલું 4

વ્યક્તિને જેની પર રાઉટ કરાશે તે વેબસાઈટ પર તેમણે તેમનો પેન અને આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનું આવશ્યક છે. ચાલુ રાખવા માટે આ તબક્કાના અંતે 'Validate' બટન પર ક્લિક કરો.

પગલું 5

આધાર કાર્ડ નંબર, પેન કાર્ડ નંબર અને નામ આધાર કાર્ડ પર હોય તે મુજબ જ એન્ટર કરવાનું રહેશે. તેની પાછળ બે ચેક બોક્સ પણ હશે. એક આધાર નંબરમાં જન્મતારીખ છે કે નહીં તે પૂછશે અને બીજું આધાર વેલિડેટ કરવા સંમતિની વિનંતી કરશે. જો તે લાગુ હોય તો વિકલ્પ નંબર એક સિલેક્ટ કરો. અન્યમાં ચાલુ રાખવા માટે અચૂક લિંક પર ક્લિક કરવાનું રહેશે.

પગલું 6

આગામી સ્ક્રીન પર નોંધણીકૃત મોબાઈલ નંબર પર મોકલવામાં આવેલો ઓટીપી (વન ટાઈમ પાસવર્ડ) એન્ટર કરો. 'Validate' વિકલ્પ ચૂંટો. યાદ રાખો કે ઉક્ત ઓટીપી સીધો જ આવકવેરા વિભાગ પાસેથી આવે છે.

પગલું 7

આધાર- પેન જોડવાની વિનંતી આખરે યુઆઈડીએઆઈ (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા) પાસે નોંધવામાં આવી છે. તેમાં એવી પણ નોંધ કરાશે કે વ્યક્તિએ જૂજ દિવસોમાં તેની સ્થિતિ વેરિફાઈ કરવાનું આવશ્યક છે. જો વ્યક્તિને આવો મેસેજ આવે તો તેમણે તેમનો આધાર તેમના પેન કાર્ડ સાથે જોડવાની વિનંતી સફળતાથી કરી છે.

એસએમએસ થકી આધાર કાર્ડ અને પેન કાર્ડને કઈ રીતે જોડી શકાય

એસએમએસ દ્વારા આધાર કાર્ડ સાથે પેન કાર્ડ જોડવાની પ્રક્રિયામાં નિમ્નલિખિત પગલાંનું પાલન કરોઃ

પગલું 1

ફોર્મેટ UIDPAN<12 આંકડાનો આધાર ><10 આંકડાનો પેન >માં મેસેજ મોકલો..

પગલું 2

આધાર સાથે જોડેલા મોબાઈલ નંબર પરથી ટેક્સ્ટ મેસેજ 56161 અથવા 567678 પર મોકલો.

પેન અને આધાર જોડવા માટે આધાર કાર્ડમાં ફેરફાર કઈ રીતે કરી શકાય

પેન કાર્ડને આધાર કાર્ડ સાથે સંપૂર્ણ જોડવા માટે વ્યક્તિએ ડેટાનો દરેક નંગ સમાન છે કે નહીં તે વેરિફાઈ કરવાનું રહે છે. અમુક કિસ્સામાં આધાર કાર્ડ પરનો ડેટા પેન કાર્ડ પરના ડેટાથી અલગ હોઈ શકે છે. જો આવું થાય તો આધાર કાર્ડમાં ક્ષતિને જૂજ આસાન પ્રક્રિયા સાથે ઓફફલાઈન અથવા ઓનલાઈન સુધારી શકાય છે. આધાર કાર્ડ સાથે પેન કાર્ડ જોડીને સુધારા વિશે જાણવા વાંચવાનું ચાલુ રાખોઃ

પગલું 1

UIDAI's official website પર જાઓ.

પગલું 2

લોગઈન કરવા 12 આંકડાનો આધાર નંબર અને કેસ સંવેદનશીલ captcha code એન્ટર કરો.

પગલું 3

વિકલ્પ તરીકે "OTP" સિલેક્ટ કરો. આ પછી લિંક્ડ મોબાઈલ ફોન નંબર પર વન-ટાઈમ પાસવર્ડ (ઓટીપી) મોકલવામાં આવશે. તે એન્ટર કરો અને ચાલુ રાખવા માટે 'Submit' બટન પર ક્લિક કરો.

પગલું 4

આગામી સ્ક્રીન પર અપડેશન આવશ્યક હોય તે આધાર કાર્ડના એરિયા ચૂંટો. સુસંગત કાગળિયાની ફોટોકોપી હાથવગી રાખો, કારણ કે તે સુપરત કરવાનું ફરજિયાત છે.

પગલું 5

જરૂરી દસ્તાવેજો અને ફોર્મ શેર કર્યા પછી URN (અપડેટ રિક્વેસ્ટ નંબર) ઉત્પન્ન થશે. ભવિષ્યના સંદર્ભ માટે તેની નોંધ રાખવી જોઈએ.

તારણ

આધાર કાર્ડ સાથે પેન કાર્ડ જોડવું તે હવે જરૂર છે. પેનને આધાર કાર્ડ સાથે જોડવાની પ્રક્રિયા એકદમ સરળ છે. ઉક્ત લેખમાં આધાર કાર્ડ સાથે પેન કાર્ડ જોડવાની બે રીત અને આખર તારીખો અને સુધારો કરવાની પદ્ધતિઓ પર ચર્ચા કરવામાં આવી છે.

જો તમને આવી પ્રક્રિયાઓ વિશે વધુ માર્ગદર્શન અને સહાય જોઈતી હોય તો પિરામલ ફાઈનાન્સની વિઝિટ કરો. આ ઓનલાઈન મંચ નાણાકીય દુનિયાની સુસંગત પ્રગતિ, પ્રક્રિયાઓ અને પ્રોડક્ટો વિશે તમને જાણવું જરૂરી બધું જ તમને શીખશે. નાણાકીય બાબકો વિશે અથવા personal loans, ક્રેડિટ કાર્ડસ અને નાણાકીય વ્યવસ્થાપન વિશે વધુ માહિતી માટે તેમની વેબસાઈટ પર બ્લોગ્સ જુઓ!

;