Education

ઈ-પેન કાર્ડ ઓનલાઈન કઈ રીતે ડાઉનલોડ કરવું જોઈએ- પગલાં અનુસાર માર્ગદર્શિકા

Planning
19-12-2023
blog-Preview-Image

પર્મમન્ટ અકાઉન્ટ નંબર (પેન) 10 આંકડાનો આલ્ફા- ન્યુમેરિક નંબર છે. બધા ભારતીય નાગરિકો માટે આ અજોડ ઓળખ નંબર છે, જે તેમની સર્વ કર માહિતીનો સંગ્રહ કરે છે. આવકવેરા વિભાગે આપણા માટે ઈ-પેન કાર્ડ ડાઉનલોડ કરવાનું શક્ય બનાવ્યું છે. તમે તમારી ઈચ્છાએ આસાનીથી આ પેન કાર્ડને પહોંચ મેળવી શકો છો. ઈ-પેન કાર્ડ એ પ્રત્યક્ષ પેન કાર્ડ ઉપયોગ કરાય તે જ રીતે ઉપયોગ કરી શકાય છે. તેમાં તમારી બધી પેન કાર્ડ વિગતો હોય છે. તમે ઈ-પેન કાર્ડની મદદથી નાણાકીય લેણદેણ કરી શકો છો. તમારો પેન કાર્ડ નંબર યાદ રાખો અને અચૂક પેન કાર્ડ વિગતો એન્ટર કરવાનું મહત્ત્વપૂર્ણ છે.

ઈ-પેન કાર્ડ શું છે?

ઈ-પેન કાર્ડ ઈલેક્ટ્રોનિક પેન કાર્ડ છે. સામાન્ય રીતે ઈ-પેન કાર્ડ પહેલી વારના કરદાતાઓને પૂરું પાડવામાં આવે છે. જો તમે પ્રત્યક્ષ પેન કાર્ડ ધરાવતા હોય તો તમે ઈ-પેન કાર્ડ પ્રાપ્ત કરવાનું અપનાવી શકો છો. તમે નિમ્નલિખિત વિશિષ્ટતાઓની નોંધ કરોઃ

  • ઈ-ન પેન મર્યાદિત સમયગાળા માટે મફતમાં ઉપલબ્ધ છે.
  • તમે વ્યક્તિગત તરીકે ઈ-પેન કાર્ડ પ્રાપ્ત કરી શકો છો. ઈ-પેન કાર્ડ સંસ્થાઓ, એચયુએફ, ટ્રસ્ટ, સંગઠન અને વેપારો માટે ઉપલબ્ધ નથી.
  • ઈ-પેન કાર્ડ ઊપજાવવા માટે આધાર કાર્ડ ઉપયોગ કરવામાં આવે છે.

ઈ-પેન કાર્ડ પ્રાપ્ત કરવા માટે પાત્રતા

  • તમે ભારતીય નાગરિક હોવા જોઈએ.
  • તમારી પાસે પ્રમાણિત આધાર કાર્ડ હોવું જોઈએ.
  • તમારો મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે જોડેલો હોવો જોઈએ.

પેન કાર્ડમાં કઈ વિગતો હોય છે?

પેન કાર્ડમાં નિમ્નલિખિત વિગતો હોય છેઃ

  • તમારું નામ, જન્મતારીખ અને અન્ય અંગત વિગતો.
  • ક્યુઆર કોડ
  • તમારો ડિજિટલ રીતે સ્કેન કરેલો ફોટો અને સહી
  • તમારા પિતાનું નામ
  • તમારું લિંગ

ઈ-પેન કાર્ડ માટે કઈ રીતે અરજી કરવી જોઈએ?

જો તમે પ્રત્યક્ષ પેન કાર્ડ ધરાવતા હોય તો તમારી પેન કાર્ડની વિગતો વિવિધ વેબસાઈટ્સ પર ઓનલાઈન ઉપલબ્ધ છે.

પહેલી વારના અરજદારો માટે પાલન કરવાનાં પગલાં :

જો તમારી પાસે પ્રત્યક્ષ પેન કાર્ડ હોય તો તમે યુટીઆઈઆઈએસએલ અથવા એનએસડીએલની વેબસાઈટ પર ઈ-પેન કાર્ડ માટે અરજી કરી શકો છો.

કૃપા કરી આ અધોરેખિત પગલાંનું પાલન કરોઃ

  • તમારું અરજી પત્રક ભરો.
  • તમારી ઓળખ અને સરનામું વેરિફાઈ કરવા માટે સુસંદત દસ્તાવેજો જોડો.
  • સંપૂર્ણ ભરેલું ફોર્મ સુપરત કરો.
  • You will be given the option to choose a physical PAN or an E-PAN
    તમને પ્રત્યક્ષ પેન અથવા ઈ-પેન પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે.
  • ઈ-પેન વિકલ્પ સિલેક્ટ કરો.
  • જો તમે ઓનલાઈન કેવાયસી અને ઈલેક્ટ્રોનિક સહી સાથે ઈ-પેન માટે અરજી કરો તો અરજીની ફી રૂ. 66 છે. પ્રત્યક્ષ પેન માટે ફી રૂ. 72 છે.
  • તમે દસ્તાવેજો સુપરત કર્યા પછી ઓનલાઈન ફી ભરવાની રહે છે.
  • પ્રક્રિયા પૂર્ણ થયા પછી ઈ-પેન 10-15 દિવસમાં તમારા ઈમેઈલ સરનામે પીડીએફ ફોર્મેટમાં મોકલવામાં આવશે.

વિવિધ વેબસાઈટ્સ પરથી ઈ-પેન કાર્ડ ડાઉનલોડ કરવા માટે માર્ગદર્શિકા

તમે વિવિધ વેબસાઈટ્સ પરથી તમારું ઈ-પેન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો, જેમ કે, યુટીઆઈઆઈએસએલની વેબસાઈટ, એનએસડીએલ પોર્ટલ અથવા આવકવેરા વિભાગની વેબસાઈટ.

યુટીઆઈઆઈએસએલની વેબસાઈટ

યુટીઆઈઆઈએસએલની સાઈટ પરથી ઈ-પેન કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે નિમ્નલિખિત પગલાં અનુસરવાનાં રહેશેઃ

  • UTIISL website પર જાઓ. 'Apply for PAN card' સિલેક્ટ કરો.
  • ઈ-પેન કાર્ડ ડાઉનલોડ કરો.
  • આવશ્યક વિગતો ભરો, જેમ કે, તમારું નામ, જન્મતારીખ, લિંગ, પિતાનું નામ, આધાર કાર્ડ નંબર વગેરે.
  • તમારો સ્કેન કરેલો ફોટો અને સહી અપલોડ કરો.
  • વન-ટાઈમ પાસવર્ડ (ઓટીપી) તમારા નોંધણીકૃત ઈમેઈલ સરનામું અને ફોન નંબર પર મોકલવામાં આવશે.
  • ઓટીપી એન્ટર કરો.
  • તમે હવે ઈ-પેન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

એનએસડીએલ પોર્ટલ

પહોંચ નંબર અથવા પેન નંબર ઉપયોગ કરીને NSDL portal પરથી ઈ-પેન ડાઉનલોડ કરવાના બે વિકલ્પ છે.

પહોંચ નંબર

  • 30 દિવસ માટે માન્ય પહોંચ નંબર એન્ટર કરો.
  • તમારી જન્મતારીખ એન્ટર કરો.
  • captcha code એન્ટર કરો.
  • 'submit' પર ક્લિક કરો.
  • તમને તમારા ઈમેઈલ સરનામે અથવા મોબાઈલ ફોન પર વન-ટાઈમ પાસવર્ડ પ્રાપ્ત થશે.
  • ઓટીપી એન્ટર કરો અને તમારું ઈ-પેન કાર્ડ ડાઉનલોડ કરો.

પેન

  • પેન અને આધાર નંબર એન્ટર કરો.
  • તમારી જન્મતારીખ આપો.
  • જો તમારી પાસે જીએસટી નંબર હોય તો તે પણ ઉમેરી શકાય.
  • ઘોષણા વાંચો અને 'submit' પર ક્લિક કરો.
  • બધી માર્ગદર્શિકાઓ પર નિશાન કરો અને captcha code એન્ટર કરો.
  • 'submit' પર ક્લિક કરો.
  • નોંધણીકૃત ઈમેઈલ સરનામે અથવા મોબાઈલ નંબર પર મોકલેલો ઓટીપી એન્ટર કરો.
  • ઈ-પેન કાર્ડ ડાઉનલોડ કરો.

આવકવેરા વિભાગની વેબસાઈટ પરથી ઈ-પેન કાર્ડ ડાઉનલોડ કરો

  • Income Tax department e-filing portal પર લોગઈન કરો.
  • સ્ક્રીનના તળિયે 'Instant E-PAN' પર ક્લિક કરો.
  • 'Get New E-PAN card' પર ક્લિક કરો.
  • તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરો અને સૂચનાઓનું પાલન કરો.
  • બધી આવશ્યક વિગતો એન્ટર કરો.
  • ઓટીપી એન્ટર કરો અને તમારી વિગતો કન્ફર્મ કરો.
  • તમારું ઈ-પેન કાર્ડ ડાઉનલોડ કરો.

ઈ-પેન કાર્ડ અરજી કર્યાના 30 દિવસ માટે મફતમાં ડાઉનલોડ કરી શકો છો. 30 દિવસ પછી તમારે અરજી ફી ચૂકવવાની રહેશે. જો તમારો મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે જોડેલો હોય તો તમે તમારી જન્મતારીખ અને તમારો આધાર નંબર ઉપયોગ કરીને તમારો ઈ-પેન નંબર ડાઉનલોડ કરી શકો છો.

અમુક કટોકટીના સંજોગોમાં તમારું ઈ-પેન કાર્ડ મેળવવું

  • જો તમે તમારું પેન કાર્ડ ગુમાવી દીધું હોય અને નંબર યાદ નહીં હોય તો એનએસડીએલ અથવા યુટીઆઈઆઈએસની વેબસાઈટ પરથી ડુપ્લિકેટ પેન કાર્ડ મેળવી શકો છો. યુટીઆઈઆઈએસએળ ડુપ્લિકેટ પેન કાર્ડ ડાઉનલોડ કરવા માટે કુપન નંબર આપે છે. એનએસડીએલ પહોંચ નંબર આપે છે, જેનાથી તમે તમારી કોપી ડાઉનલોડ કરી શકો છો.
  • જો તમારી પાસે પેન કાર્ડ સંદર્ભ નહીં હોય તો તમે આવકવેરા વિભાગની વેબસાઈટ પર “Know Your PAN” સુવિધા પરથી તમારું પેન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
  • તમારું ઈ-પેન કોઈ પણ મોબાઈલ એપ પરથી ડાઉનલોડ નહીં કરી શકાય.
  • ઈ-પેન કાર્ડ મફત ડાઉનલોડ પ્રથમ 30 દિવસ માટે કરી શકાય છે. આ પછી ડાઉનલોડ દીઠ રૂ. 8.26ની ફી લાગુ થશે.

મુખ્ય તારણો

ઈ-પેન કાર્ડ પ્રત્ય પેન કાર્ડ જેવી જ વિશિષ્ટતાઓ અને ફાયદા ધરાવે છે. તે કરના હેતુઓ, બેન્કિંગ માટે અને કોઈ પણ અન્ય નાણાકીય રોકાણ કરવા ઉપયોગ કરી શકો છો. ઈ-પેન કાર્ડ ઉપયોગ કરવાનું સુવિધાજનક અને આસાન છે. પેન કાર્ડ ફરજિયાત હોવાથી આપણે ઈ-પેન કાર્ડ વહેલી તકે પ્રાપ્ત કરવા બધી વિધિઓ પૂર્ણ કરવાની રહે છે. જો તમને ઉક્ત ઉલ્લેખિત પ્રક્રિયા સમજવા માટે વધુ સહાય જોઈતી હોય તો પિરામલ ફાઈનાન્સ ખાતે નિષ્ણાતનો સંપર્ક કરી શકો છો. આ ઓનલાઈન મંચ ફાઈનાન્સની દુનિયામાં સુસંગત વિકાસ અને પ્રક્રિયાઓ વિશે બધું જ ધરાવે છે. નાણાકીય બાબતો અથવા personal loans, ક્રેડિટ કાર્ડસ અને નાણાકીય વ્યવસ્થાપન પર વધુ માહિતી માટે તેમની વેબસાઈટ પર બ્લોગ્સ જુઓ!

;