Education

મને મારું પેન કાર્ડ ઓનલાઈન કઈ રીતે મળી શકે?

Planning
19-12-2023
blog-Preview-Image

જો તમે ભારતમાં કરપાત્ર આવક કમાણી કરતા હોય તો તમારી પાસે પેન કાર્ડ હોવું જોઈએ. સારી વાત એ છે કે તમારે તે મેળવવા માટે હવે રાષ્ટ્રીય કાર્યાલય સુધી લાંબા થવાની જરૂર નથી. પેન કાર્ડ અરજી માટે ઓનલાઈન પ્રક્રિયા એકદમ ઝંઝટમુક્ત છે. તમારે ફક્ત ઓનલાઈન પેન કાર્ડ અરજી ફોર્મ ભરવાનું રહે છે અને પ્રક્રિયા ફી ભરવાની રહે છે. તે પ્રાપ્ત થયા પછી આવશ્યક દસ્તાવેજોની નકલો વેરિફિકેશનના હેતુથી એનએસડીએલ અથવા યુટીઆઈઆઈએસટીએલને પોસ્ટ દ્વારા મોકલી શકો છો.

શું તમે જાણો છો કો ઈ-પેન કાર્ડ પણ પેનનો પ્રમાણિત પુરાવો છે? તે આવકવેરા વિભાગ દ્વારા જારી કરાય છે. ઈ-પેન કાર્ડ પર ક્યુઆર કોડ તમારી જનસાંખ્યિક માહિતી માટે સ્કેન કરી શકાય છે. જો તમારો આધાર નંબર અને મોબાઈલ નંબર તમારી પ્રોફાઈલમાં રજિસ્ટર્ડ હોય તો મફતમાં ઈ-પેન કાર્ડ માટે અરજી કરી શકો છો. 

તમારું ઈ-પેન કાર્ડ ઓનલાઈન અરજી અને ડાઉનલોડ કરવાની પ્રક્રિયા જાણવા માટે વાંચો.

ઓનલાઈન પેન કાર્ડ અરજી કરવાનાં પગલાં

તમે બે પોર્ટલ થકી તમારું ઈ-પેન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો, એટલે કે, એનએસડીએલ અન યુટીઆઈઆઈએસએલ.

એનએસડીએલ થકી તમારું ઈ-પેન કાર્ડ ઓનલાઈન મેળવવા માટે નિમ્નલિખિત પગલાંનું પાલન કરોઃ

પગલું 1: ઓનલાઈન અરજી કરવા એનએસડીએલની official websiteની વિઝિટ કરો.

પગલું 2: અચૂક અરજીનો પ્રકાર પસંદ કરો અને તમારી શ્રેણી સિલેક્ટ કરો, એટલે કે, વ્યક્તિગત અથવા વ્યક્તિઓની સંસ્થા, નાગરિકોનું મંડળ વગેરે.

પગલું 3: ઓનલાઈન પેન કાર્ડ અરજી ફોર્મમાં બધી મહત્ત્વપૂર્ણ વિગતો ભરી કાઢો, જેમ કે, તમારું નામ, જન્મતારીખ, ઈ-મેઈલ સરનામું અને મોબાઈલ નંબર.

પગલું 4: સૂચિત કરાય ત્યારે 'Continue with the PAN Application Form' વિકલ્પ પર ક્લિક કરો.

પગલું 5: હવે તમને પ્રત્યક્ષ પેન કાર્ડ અથવા ઈ-પેન કાર્ડમાંથી કોઈ એકની પસંદગી અપાશે. તે સિલેક્ટ કરતાં તમારે તમારા 12 આંકડાના આધાર નંબરના છેલ્લા 4 આંકડા એન્ટર કરવાના રહેશે.

પગલું 6: હવે આવશ્યક અંગત વિગતો, સંપર્ક વિગતો અને અન્ય માહિતી અરજી ફોર્મમાં ભરવાનું આવશ્યક છે.

પગલું 7: આ થઈ ગયા પછી તમને તમારો એરિયા કોડ, એસેસિંગ ઓફિસ (એઓ) પ્રકાર અને અન્ય સુસંગત વિગતો ભરવાના અને દસ્તાવેજો સુપરત કરવાના રહેશે અને પછી ડિક્લેરેશન પર ક્લિક કરો.

યુટીઆઈઆઈએસએલ થકી ઓનલાઈન ઈ-પેન મેળવવા માટે નિમ્નલિખિત પગલાંનું પાલન કરોઃ

પગલું 1: UTIITSL website પર જાઓ અને Apply for New PAN Card (Form 49A)’ વિકલ્પ સિલેક્ટ કરો.

પગલું 2: ‘Physical/Digital Mode’ સિલેક્ટકરો અને બધી અંગત વિગતો ભરો.

પગલું 3: પેન અજી ફોર્મમાં કોઈ ભૂલ નથી ને તેની ખાતરી કરી લો અને પછી ‘Submit’ વિકલ્પ પર ક્લિક કરો.

પગલું 4: વેરિફિકેશન થઈ ગયા પછી તમારે ઓનલાઈન ગેટવે વિકલ્પ થકી પેમેન્ટ કરવાનું રહેશે. તમને તમારા નોંધણીકૃત મોબાઈલ નંબર પર પેમેન્ટ સમર્થન પણ પ્રાપ્ત થશે.

પગલું 5: હવે મુદ્રિત સ્વરૂપમાં 3.5 × 2.5 cm વ્યાસ સાથેના બે પાસપોર્ટ આકારના ફોટો લગાવો અને ફોર્મ પર સહી કરો.

પગલું 6: આખરે તમારે પેન અરજી ફોર્મ સાથે ઓળખનો પુરાવો અને સરનામાના પુરાવાની નકલ પૂરી પાડવાનું આવશ્યક છે, જે પછી તે ઓનલાઈન સુપરત કરો.

તમે નજીકની યુટીઆઈઆઈટીએસની ઓફિસમાં ફોર્મ સુપરત કરી શખો અથવા પેન કાર્ડ જારી કરવા માટે વિનંતી મૂકો.

તમારું ઈ-પેન કાર્ડ ડાઉનલોડ કરો

તમે તમારું ઈ-પેન કાર્ડ પ્રત્યક્ષ માધ્યમને બદલે ડિજિટલ માધ્યમ અપનાવીને અને આવાં જ પગલાંનું પાલન કરીને એનએસડીએલ અથવા યુટીઆઈઆઈટીએસએલ થકી પણ ડાઉનલોડ કરી શકો છો. જો તમારી પાસે પેન કાર્ડ હોય તો તમારું ઈ-પેન કાર્ડ ડાઉનલોડ કરવાની ઝડપથી રીતે નીચે બતાવવામાં આવી છે.

  1. Download E-PAN card ની વિઝિટ કરો.
  2. પેન, પ્રમાણિત આધાર નંબર અને અન્ય આવશ્યક વિગતો એન્ટર કરો.
  3. પ્રક્રિયા પૂર્ણ કરવા તમારા આધાર નોંધણીકૃત મોબાઈલ નંબર પર પ્રાપ્ત ઓટીપી સુપરત કરો.
  4. સફળતાથી પૂર્ણ થવા પર તમને 15 આંકડાનો પહોંચ નંબર પ્રાપ્ત થશે.
  5. તમે તમારો આધાર નંબર આપીને કોઈ પણ સમયે તમારી વિનંતીની સ્થિતિ જોઈ શકો છો અને સફળતાથી ફાળવવા પર તમે તમારું ઈ-પેન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
  6. તમને તમારી નોંધણીકૃત ઈ-મેઈલ આઈડી પર પણ તમારું ઈ-પેન કાર્ડ પ્રાપ્ત થશે.

પેન કાર્ડ માટે અરજી- યાદ રાખવાના મુદ્દા

  • પેન કાર્ડની વિશ્વસનીયતા ઓળખવા માટે તમારે એ જાણી લેવું જોઈએ કે તેમાં 10 આલ્ફાન્યુમેરિક કેરેક્ટર્સ અને તમારું આખું નામ, ફોટો, જન્મતારીખ અને તમારી સહી છે.
  • તમને તમારા પેન કાર્ડ માટે અરજી ફોર્મ ભરવા સમયે તમે આપેલા નોંધણીકૃત સરનામે ટપાલથી તમારું પેન કાર્ડ પ્રાપ્ત થશે.
  • તમારું પેન કાર્ડ તમારા 12 આંકડાના આધાર કાર્ડ નંબર સાથે જોડવાનું ફરજિયાત છે.
  • તમને અરજીની તારીખથી 15 કામકાજના દિવસમાં તમારું પેન કાર્ડ પ્રાપ્ત થશે.
  • તમારે બે પેન કાર્ડ માટે અરજી નહીં કરવી જોઈએ, કારણ કે તે આવકવેરા ધારા 1961 હેઠળ ઉલ્લંઘન માનવામાં આવે છે અને તમને રૂ. 10,000નો દંડ ભરવો પડી શકે છે.
  • જો તમને તમારું પેન કાર્ડ ભારતીય સંકુલમાં ડિલિવરી કરાવવું હોય તો તમને
    રૂ. 110ની પેન અરજી ફી લાગુ થશે (જીએસટી સહિત), જ્યારે પેન કાર્ડ ભારતની બહાર મોકલવા માટે રૂ. 1020ની ફી (જીએસટી સહિત) લાગુ થશે.
  • સગીરો તેમના વાલી કે પાલકોનું પેન કાર્ડ ક્વોટ કરી શકે, કારણ કે તેઓ પાસે કોઈ કરપાત્ર આવક હોતી નથી.

આખરી વિચાર

તમારે એ જાણી લેવું જોઈએ કે ઈ-પેન કાર્ડ અને નિયમિત પેન કાર્ડ બંને પ્રમાણિત છે. બંને યુટીઆઈઆઈટીએસએલ અને એનએસડીએલ વિશ્વસનીય છે, કારણ કે બંને આવકવેરા વિભાગ હેઠળ આવે છે. તમારું ઈ-પેન કાર્ડ ઓનલાઈન મેળવવા માટે ઉક્ત ઉલ્લેખિત પગલાંનું પાલન કરો. જો તમને માહિતગાર નાણાકીય નિર્ણય લેવામાં મદદની જરૂર હોય તો Piramal Finance જેવી નાણાકીય નિષ્ણાતનો સંપર્ક કરી શકો છો. તમે તેમના કસ્ટમાઈઝ્ડ લોન સમાધાન જોઈ શખો છો અને શ્રેષ્ઠ વિકલ્પમાં પસંદગી પણ કરી શકો છો.

;