Education

ઈ-આધારઃ તમારે જાણવું જરૂરી બધું જ

Planning
19-12-2023
blog-Preview-Image

આધાર શું છે? આ 12 આંકડાનો નંબર છે, જે ભારતના નાગરિકોમાં તમને અજોડ રીતે ઓળખી શકે છે. તે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ) દ્વારા જારી કરવામાં આવે છે. તે વ્યક્તિની બાયોમેટ્રિક માહિતી, જેમ કે, આઈરિસ સ્કેન અને ફિંગરપ્રિંટ્સ અને જનસાંખ્યિક માહિતી, જેમ કે, જન્મતારીખ અને સરનામાને આધારે આપવામાં આવે છે.

તો પછી ઈ-આધાર કાર્ડ શું છે? આ તમારા પ્રત્યક્ષ આધાર કાર્ડની પાસવર્ડ સુરક્ષિત કોપી છે, જે ડિજિટલ રીતે યુઆઈડીએઆઈના સક્ષમ પ્રશાસન દ્વારા સહી કરવામાં આવે છે. તે તમારા પ્રત્યક્ષ આધાર કાર્ડ માટે અવેજી નથી, પરંતુ તે ઈ-આધાર ડાઉનલોડ કર્યા પછી તેની જગ્યાએ ઉપયોગ કરી શકો છો.

આ મહત્ત્વપૂર્ણ અંગત દસ્તાવેજો વિશે ઘણું બધું જાણવા જેવું છે અને અમે નીચે લેખમાં તમારે જાણવું જરૂરી બધું આવરી લીધું છે, જેમ કે, તે પોતાને માટે કઈ રીતે મેળવી શકાય, તમે તે માટે પાત્ર છો કે નહીં એ કઈ રીતે જાણવું, ઈ-આધાર ડાઉનલોડ કઈ રીતે કરવું, તમારો આધાર નંબર સક્રિય છે કે નહીં તે કઈ રીતે તપાસવું અને તમે તે ગુમાવો ત્યાં શું કરવું. અહીં તમારે જાણવું જરૂરી બધું જ છે. 

ઈ-આધાર કાર્ડ ધરાવવાના ફાયદા

 • પહોંચક્ષમતાઃ

ઈ-આધાર ડાઉનલોડ કર્યા પછી તમને જરૂરી હોય ત્યારે તેને પહોંચ મેળવવાનું અત્યંત આસાન છે, કારણ કે તે ઓનલાઈન મંચ પર મુકાય છે. તમને તે ગેરવલ્લે થવાની ક્યારેય ચિંતા કરવાની જરૂર નથી.

 • આસાન દસ્તાવેજીકરણ પ્રક્રિયાઃ

ઈ-આધાર કાર્ડ સાથે નવો પાસપોર્ટ મેળવવાનું કે નવું બેન્ક ખાતું ખોલવાનું અત્યંત આસાન અને ઝડપી બની ગયું છે. મારે આ પ્રક્રિયા દરમિયાન ઘણા બધા દસ્તાવેજો સુપરત કરવાનું જરૂરી નથી, કારણ કે તમારા ઈ-આધાર કાર્ડમાં માહિતીનો ભંડાર છે, જેમ કેઃ 

 • નામ
 • સરનામું
 • લિંગ
 • જન્મતારીખ
 • ફોટોગ્રાફ
 • આધાર નંબર
 • યુઆઈડીએઆઈ દ્વારા ડિજિટલ સહી
 • સરનામું અને ઓળખનો પુરાવોઃ

તમારું ઈ-આધાર કાર્ડ, તમારા પ્રત્યક્ષ આધાર જેવું છે, જે ઓળખ અને સરનામાનો પુરાવો તરીકે કામ કરે છે. આઈટી ધારા 2000 અનુસાર ડિજિટલ સહીઓ સાથેના ઈલેક્ટ્રોનિક રેકોર્ડસને કાનૂની માન્યતા મળી છે. ઈ-આધાર દસ્તાવેજ પર યુઆઈડીએઆઈ દ્વારા ડિજિટલ રીતે સહી કરેલી હોય છે.

 • પ્રત્યક્ષ આધાર કાર્ડના બધા ફાયદાઃ

ઈ-આધાર કાર્ડ સાથે તમે સરકાર આપે છે તે વિવિધ સબસિડીઓ પ્રાપ્ત થવા માટે પાત્ર છો.

તમે તમારો આધાર નંબર તમારા અકાઉન્ટ સાથે જોડ્યા પછી તમારા બેન્ક ખાતામાં સીધા જ તમારી એલપીજી સબસિડીને પહોંચ મેળવી શકો છો.

ઈ-આધાર કાર્ડ કઈ રીતે પ્રાપ્ત કરવું

ઈ-આધાર કાર્ડને પહોંચ મેળવવા પૂર્વે તમારી પાસે પ્રત્યક્ષ આધાર કાર્ડ હોવું જોઈએ. તમે યુઆઈડીએઆઈ દ્વારા તમને ઈ-આધાર કાર્ડ અપાયા પછી તુરંત તે ડાઉનલોડ કરી શકો છો.

આધાર કાર્ડ કઈ રીતે મેળવવું

આધાર અરજી સુપરત કરવા જરૂરી બધા દસ્તાવેજો ભેગા કરો. ઓળખનો પુરાવો, સરનામાનો પુરાવો, જન્મતારીખનો પુરાવો અને પરિવારના પ્રમુખ સાથે સંબંધનો પુરાવો સહિત બધું આવશ્યક છે.
આ પછી તમારા ઘરની નજીક નોંધણી કેન્દ્રમાં એપોઈન્ટમેન્ટ મેળવો.

તમારા દસ્તાવેજો મંજૂર થયા પછી તમારો બાયોમેટ્રિક ડેટા પૂરો પાડવામાં આવે છે. તમને પહોંચની રસીદ પ્રાપ્ત થશે.

તમે ઈ-આધાર ડાઉનલોડ કરી શકો અને પહોંચની રસીદમાં આપવામાં આવેલી માહિતીનો ઉપયોગ કરીને તમારા આધાર કાર્ડની સ્થિતિ તપાસી શકો છો.

તમારે પીડીએફ ફાઈલ ખોલાવા માટે પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે, જેમાં તમારા નાના પ્રથમ ચાર અક્ષરો અને (YYYY) ફોર્મેટમાં તમારી જન્મતારીખ ફોર્મનો સમાવેશ થાય છે.

ઈ-આધાર ડાઉનલોડ કઈ રીતે કરવું જોઈએ

તમારું E-Aadhaar download કરવા સહાય કરવા નીચે મુજબ પગલાં લઈ શકાયઃ

 • તમારો આધાર નંબર તૈયાર રાખો.
 • જો તમે તમારું આધાર કાર્ડ તાજેતરમાં અપડેટ કર્યું હોય અથવા અરજી કરી હોય અને તમારો આધાર નંબર ખબર નહીં હોય તો તમારો નોંધણી નંબર તેમ જ તમારી નોંધણીની રસીદ પર સમય અને તારીખ યાદ રાખો.
 • આગળ વધવા માટે તમારો વીઆઈડી, નોંધણી નંબર કે આધાર નંબર એન્ટર કરો.
  તમારો પિન કોડ અને આખું નામ તમારા આધારના ફોર્મ પર દેખાય તે અનુસાર અચૂક એન્ટર કરો.
 • સિક્યુરિટી કોડ એન્ટર કરીને ઓટીપી માટે વિનંતી કરો.
 • ઓટીપી પ્રાપ્ત થયા પછી યોગ્ય ખાનામાં તે એન્ટર કરો, જે પછી ઈ-આધાર ડાઉનલોડ બટન પર ક્લિક કરો.
 • ઈ-આધાર ડાઉનલોડ કર્યા પછી તમારે પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે, જેમાં ઈ-આધાર ખોલવા માટે તમારા પ્રથમ નામના પ્રથમ ચાર અક્ષરો અને ફોર્મેટ (YYYY)માં તમારી જન્મતારીખનો સમાવેશ થાય છે.

ઈ-આધાર વિશે જાણવા જેવા અન્ય મુદ્દાઓઃ

તમે ઈ-આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં કરી શકો?

તમે સમય બચાવવા અને ઝંઝટમય લાંબી દસ્તાવેજીકરણ પ્રક્રિયા ટાળવા માટે તમારા ઈ-આધારનો ઉપયોગ કરવો જોઈએ.

આઈટી ધારા 2000 અનુસાર ડિજિટલ સહી સાથેના ઈલેક્ટ્રોનિક રેકોર્ડસને કાનૂની માન્યતા છે.
ઈ- આધાર દસ્તાવેજ યુઆઈડીએઆઈ દ્વારા ડિજિટલ રીતે સહી કરાયેલા હોય છે.

અમુક સામાન્ય હેતુઓ નીચે મુજબ છેઃ

 • બેન્ક અકાઉન્ટ ખોલાવવા માટે ઓળખના પુરાવા તરીકે તે ઉપયોગ કરો.
 • પાસપોર્ટ માટે અરજી કરવા સમયે.
 • ઓળખના પુરાવા તરીકે ભરાતીય રેલવે સ્ટેશનો પર.
 • એલપીજી સબસિડિયી મેળવવા માટે.
 • તમારા ડિજિટલ લોકરને પહોંચ મેળવવા માટે

માસ્ક્ડ આધાર કાર્ડ

નામ અનુસાર "માસ્કડ આધાર કાર્ડ" આધાર નંબરનો હિસ્સો છુપાવે છે, જેથી તે અન્યો સામે સંપૂર્ણ ખુલ્લો નહીં થાય તે આધાર કાર્ડ સાથે મળતો આવે છે.

આધાર નંબરના પ્રથમ આઠ આંકડા માટે XXXX-XXXX કેરેક્ટર્સ સ્વેપિંગ આઉટ કરીને "માસ્ક્ડ આધાર કાર્ડ" હેઠળ આંશિક છુપાયેલા હોય છે, જેથી ફક્ત છેલ્લા ચાર આંકડા દેખાય છે.

માસ્ક્ડ આધાર કાર્ડ "ઈ-ડાઉનલોડ આધાર" સેકશન હેઠળ માસ્ક્ડ આધાર કાર્ડ માટે વિકલ્પ પસંદ કરીને વિધિસર યુઆઈડીએઆઈ પરથી ડાઉનલોડ કરી શકાય છે.

mAadhaar એપ

વિધિસર આધાર એપ કે mAadhaar એપ આધાર કાર્ડ ધારકોને તેમના સ્માર્ટફોન્સ પર તેમની જનસાંખ્યિક માહિતી તેમની આસપાસના ફોટો ધરાવતું મંચ છે. તે એન્ડ્રોઈડ ફોન્સ પર પહોંચક્ષમ છે, પરંતુ હજુ iPhones પર નથી.

આધાર કાર્ડ ધારકો એપ પર તેમની પ્રોફાઈલ ઉમેરી શકે અને કોઈ પણ સ્થળથી તેને પહોંચ મેળવી શકે છે.

તારણઃ

હવે ઈ-આધાર કાર્ડની સારી સમજ તમે ધરાવી શકો છો. તમે તે શું છે, તે કયા વિવિધ હેતુઓને પહોંચી વળી શખે અને ઈ-આધાર પોતાને માટે કઈ રીતે ડાઉનલોડ કરી શકાય તે તમે જાણો છો.

ઈ-આધાર આ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ ગુમાવવાના ચિંતા હોય તેમને માટે ઉત્તમ વિકલ્પ છે. તમે ઓનલાઈન મંચ પર ઉપલબ્ધ અમુક બાબતો ક્યારેય ચૂકશો નહીં.

યુઆઈડીએઆઈના સેન્ટ્રલ આઈડેન્ટિટીઝ ડેટા રિપોઝિટરી (સીઆઈડીઆર)માં સર્વ આધાર ધારકોને ડેટો સંપૂર્ણ સુરક્ષિત અને સલામત છે. તેનાં વર્ષોનાં અસ્તિત્વમાં સીઆઈડીઆર આધાર ડેટાબેઝ સાથે ક્યારેય બાંધછોડ થઈ નથી.

જો તમને housing finances અથવ હોમ લોન માટે મદદ જોઈએ તો તમે હંમેશાં Piramal Finance. જેવા નિષ્ણાત પાસેથી મદદ મેળવી શકો છો.

;