Education

આધાર કાર્ડ અને પેન કાર્ડનું જોડાણઃ વિગતવાર માર્ગદર્શિકા

Planning
19-12-2023
blog-Preview-Image

આધાર 12 આંકડાનો અજોડ ઓળખ નંબર છે અને ઘણી રીતે તમને સશક્ત બનાવે છે. તે બધી લેણદણમાં સલામતી અને ભરોસો વધારે છે અને નાણાકીય લેણદેણ અને વેપાર કરવાનું આસાન બનાવે છે.

આ જ રીતે પેન કાર્ડ આઈટી રિટર્ન નોંધાવવા અને કર કપાતનો દાવો કરવામાં પણ ઉપયોગી છે. ઉપરાંત પેન કાર્ડ ધારકો આવકવેરા લાભ લઈ શકે છે. આ દસ્તાવેજ ઓળખનો પ્રમાણિત પુરાવાનું પણ કામ કરે છે.

તમારો આધાર અને પેન મજબૂત નાણાકીય પોર્ટફોલિયો બનાવવા માટે બે મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે. આધાર કાર્ડ ઉપભોક્તાના ઓથેન્ટિકેશન માટે મહત્ત્વપૂર્ણ છે અને નકલી ઓળખની નિર્મિતી નિવારી શકે છે. 

આધાર કાર્ડ સાથે તેમનો પેન કોણે નહીં જોડવું જોઈએ?

 1. દેશના નાગરિકો નહીં હોય.
 2. બિનનિવાસી ભારતીયો (એનઆરઆઈ) તરીકે વર્ગીકૃત હોય.
 3. કોઈ પણ સમયે ગયા વર્ષે 80 વર્ષ કે વધુ ઉંમર થઈ ગઈ હોય.

પેન સાથે આધાર નહીં જોડવાનાં જોખમ

અગાઉ આધાર અને પેન જોડ્યા વિના પણ આવકવેરા રિટર્ન ભરી શકાતું હતું. 2017માં ભારત સરકારે બંને દસ્તાવેજો જોડવાનું જરૂરી બનાવી દીધું છે. પેન અને આધાર જોડવા માટે આરંભમાં આખર તારીખ 31 ઓગસ્ટ, 2017 રાખવામાં આવી હતી, જે પછી તે જ વર્ષે 31 ડિસેમ્બર સુધી વધારવામાં આવી હતી. આ પછી ડિજિટલ ઉપભોક્તાઓની વધતી વસતિને સમાવવા માટે આખર તારીખ ફરીથી લંબાવવામાં આવી.

આવકવેરા વિભાગ સક્રિય પેન નહીં ધરાવનારને રૂ. 10,000 સુધી દંડ કરી શકે છે. આ દંડ આધાર સાથે માર્ચ 2023ના અંત સુધી પેન નહીં જોડાને લીધે પેન અસક્રિય બનવા પર લાગુ કરાય છે.

જો માર્ચ 2023ના અંત સુધી તમારો પેન અને આધાર જોડવામાં નહીં આવે તો તમારો પેન રદબાતલ થઈ જશે. પેન અસક્રિય થઈ ગયા પછી તમે મહત્ત્વપૂર્ણ આવક સંબંધી પ્રવૃત્તિઓ, જેમ કે, રિટર્ન ફાઈલ કરવું, બેન્ક અકાઉન્ટ ખોલાવવું, પાસપોર્ટ માજી અરજી, વિઝા નવીનીકરણ અથવા ડિમેટ ખાતું ખોલાવવા જેવી પ્રવૃત્તિઓ નહીં કરી શકો.

મારો આધાર અને પેન જોડવા માટે શું કરવું જોઈએ?

તમારો આધાર અને પેન જોડવા માટે તમારી પાસે નિમ્નલિખિત હોવું જરૂરી છેઃ

 • પ્રમાણિત આધાર કાર્ડ
 • પ્રમાણિત પેન કાર્ડ
 • કાર્યરત મોબાઈલ નંબર.

આધાર અને પેન કઈ રીતે જોડી શકાય

ભારતના આવકવેરા વિભાગે આ બે દસ્તાવેજો જોડવા માટે સીધીસટ માર્ગદર્શિકા જારી કરી છે. અહીં તેનાં પગલાં અપાયાં છેઃ

 1. ઈન્કમ ટેક્સ પોર્ટલની વિઝિટ કરો અને ડાબી બાજુ મેનુમાં જાઓ. 'Link Aadhaar' વિકલ્પ પર ક્લિક કરો. તેથી પેક ઓપન થશે, જ્યાં તમે પેન અને આધાર નંબરો તેમ જ તમારા આધાર કાર્ડમાં આપ્યા મુજબ નામ એન્ટર કરી શકો છો.
 2. આ વિગતો સુપરત કર્યા પછી લિંક વિકલ્પ પર ક્લિક કરો. વિગતોને સમર્થન આપવા માટે ટૂંકા વેરિફિકેશન પછી જોડવાનું કામ પૂર્ણ થાય છે. તમે આધાર અને પેન લિંક સ્થિતિ જાણવા માટે આગળ વધી શકો છો.
 3. ભાષામાં તફાવત અને /અથવા નામ બદલીમાં સુધારણા ચૂકી જવાને લીધે તમારા આધાર અને પેન પર નામ વચ્ચે તફાવત આવી શકે છે. આવા સંજોગોમાં આધાર ઓટીપી વેરિફિકેશન દસ્તાવેજ જોડવાનું પૂર્ણ થવાની ખાતરી રાખવા માટે આ મિસમેચ બાયપાસ કરવાની ખાતરી રખાશે.

આધાર અને પેન જોડવાની વૈકલ્પિક પદ્ધતિ

તમારો આધાર અને પેન જોડવા માટે નિમ્નલિખિત પગલાંનું પાલન કરોઃ

 1. તમારો લોગઈન આઈડી અને પાસવર્ડ ઉપયોગ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર તમારા અકાઉન્ટમાં લોગઈન કરો. જો તમે તમારો પાસવર્ડ ભૂલી ગયા હોય તો તે જ પેજ પર તેને રિસેટ કરી શકો છો. ઉપરાંત જો તમે પોર્ટલ પર હજુ પોતાની નોંધણી નહીં કરાવી હોય તો તમે વેબસાઈટ પર માર્ગદર્શિકાનું પાલન કરીને નોંધણી કરાવી શકો છો.
 2. તમે લોગઈન કર્યા પછી તમારા આધાર અને પેન અકાઉન્ટ જોડવાની તમને વિનંતી કરવામાં આવશે. જો તમને આ પોપ-અપ પ્રાપ્ત નહીં થાય તો પોપ-અપ એનેબલ કરવા તમારા બ્રાઉઝરમાં 'profile settings' વિકલ્પ પર ક્લિક કરો.
 3. તમે 'Link Aadhaar', પર ક્લિક કર્યા પછી વિગતો ભરો અને તમારા અકાઉન્ટ સાથે જોડાયેલી મોજૂદ માહિતી વેરિફાઈ કરો. 
 4. વેરિફિકેશન પૂર્ણ થયા પછી આખરી પગલું તરીકે તમારો આધાર નંબર અને captcha વેરિફિકેશન કોડ એન્ટર કરો. દસ્તાવેજો જોડવા માટે 'Link Now' પર ક્લિક કરો. 

તમારો આધાર અને પેન સફળતાથી જોડવામાં આવ્યા છે તેવું પોપ-અપ સમર્થન આપશે.

એસએમએસ થકી આધાર અને પેન કઈ રીતે જોડી શકાય

તમે એસએમએસ થકી તમારા આધાર અને પેન અકાઉન્ટ્સને જોડી શકો છો. નિમ્નલિખિત મેસેજ 567678 અથવા 56161 પર મોકલો.

UIDPAN, પછી એક સ્પેસ, તમારો 12 આંકડાનો આધાર નંબર, પછી વધુ એક સ્પેસ અને આખરે તમારો 10 આંકડાનો પેન.

દાખલો નીચે અપાયો છેઃ

UIDPAN 121233223322 AAAAAE456E

આધાર અને પેન અકાઉન્ટ જોડવાના ફાયદા

આધાર અને પેન જોડવાના વિવિધ ફાયદા છેઃ

 1. આઝાર અને પેન જોડવાથી આવક છુપાવવા માટે નકલી પેન કાર્ડનો દુરુપયોગ કરવાની કોઈ પણ શક્યતા નોંધપાત્ર રીતે ઓછી થાય છે. આનાથી ભંડોળની ઉચાપત નિવારી શકાય છે અને જવાબદારી વધે છે.
 2. 12 આંકડાનો આધાર આઈડી બધી લેણદેણ માટે મહત્ત્વપૂર્ણ છે, જેમ કે, મિલકતનો સોદો, બેન્ક અકાઉન્ટ ખોલાવવું, વેપારી લેણદેણ અને લોન લેવી. આધાર સાથે પેન જોડવાથી તમારી બધી લેણદેણની વિગતો એક જગ્યાએ સુરક્ષિત રીત સંગ્રહ થવાની ખાતરી રહે છે.
 3. એકથી વધુ પેન અકાઉન્ટના ઉપભોક્તાઓ મની લોન્ડરિંગ જેવી અનધિકૃત પ્રવૃત્તિઓ હાથ ધરવાની સંભાવના હોય છે. પેન અને આધાર અકાઉન્ટ્સ અપડેટ થયા પછી આવી પ્રવૃત્તિઓની શક્યતા નોંધનીય રીતે ઓછી થાય છે.
 4. આધાર અને પેન જોડવાથી કાયદેસરના કરદાતાઓને રિટર્ન્સ ફાઈલ કરવું અને અન્ય સંબંધિત પ્રવૃત્તિઓમાં લાભ મળે છે.

આગામી પગલાં

મહત્તમ લાભ લેવા માટે આધાર અને પેન અકાઉન્ટ્સ તુરંત જોડો. તમારી લેણદેણ સુરક્ષિત રહેવા સાથે તમે ઉત્તમ નાણાકીય પોર્ટફોલિયો નિર્માણ કરી શકો છો. આ શરૂ કરવા પિરામલ ફાઈનાન્સનો સંપર્ક કરો. પિરામલ તમારી કોઈ પણ અન્ય નાણાં સંબંધી મૂંઝવણોમા પણ તમને માર્ગદર્શન કરી શકે છે. પિરામલ ફાઈનાન્સની વેબસાઈટ પર સંબંધિત બ્લોગ્સ વાંચો અથવા તેમની નાણાકીય યોજનાઓ અને સેવાઓ, જેમ કે,  personal loans, ક્રેડિટ કાર્ડસ અને નાણાકીય કેલ્ક્યુલેટર્સ વિશે પણ જાણી શકો છો.

;