હોમ લોન પાત્રતા કેલ્ક્યુલેટર

પિરામલ ફાઇનાન્સ હોમ લોન પાત્રતા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તમારી હોમ લોન પર યોગ્યતા

શું તમે હોમ લોન માટે અરજી કરવા માગો છો, પરંતુ તમે પાત્ર છો કે નહીં તેની ખાતરી નથી? તમારી હોમ લોન પાત્રતા તપાસવાની એક ઝંઝટમુક્ત રીત ઓનલાઈન કેલ્ક્યુલેટરો ઉપયોગ કરવાની છે. ધિરાણ સંસ્થાઓ હોમ લોન માટે તમે પાત્ર છો કે નહીં તે નક્કી કરવા માટે વિવિધ પરિબળો ધ્યાનમાં લે છે.

પીરામલ ફાઈનાન્સના હોમ લોન પાત્રતા કેલ્ક્યુલેટરમાં તમારે લોન માટે તમે પાત્ર છો કે નહીં તે નક્કી કરવા માટે વિવિધ વિગતો એન્ટર કરવાની રહેશે. ઘર ખરીદદારો હોમ લોન માટે અરજી કરવી પછી નકારનો સામનો નહીં કરવો પડે તેની તે ખાતરી રાખશે.

20 हजार10 લાખ
05 લાખ
%
10.50%20%
વર્ષ
5 વર્ષ30 વર્ષ
તમારી હોમ લોનની પાત્રતા

પાત્રતા કોષ્ટક અથવા ચાર્ટ

ઉંમરમહત્તમ મુદત
25 વર્ષ30 વર્ષ
30 વર્ષ30 વર્ષ
35 વર્ષ30 વર્ષ
40 વર્ષ30 વર્ષ
45 વર્ષ25 વર્ષ
50 વર્ષ20 વર્ષ

એમોર્ટાઈઝેશન કોષ્ટક

હોમ લોન એમોર્ટાઈઝેશન સમયસૂચિ નીચે મુજબ છેઃ

વર્ષ બાકી લોનની રકમ મૂળ રકમ વ્યાજની રકમ ઈએમઆઈ
2022
₹ 5,181,170.00
₹ 66,908.58
₹ 43,176.42
₹ 110,085.00
2023
₹ 5,114,261.42
₹ 847,750.56
₹ 473,269.44
₹ 1,321,020.00
2024
₹ 4,266,510.86
₹ 936,521.11
₹ 384,498.89
₹ 1,321,020.00
2025
₹ 3,329,989.75
₹ 1,034,587.12
₹ 286,432.88
₹ 1,321,020.00
2026
₹ 2,295,402.63
₹1,142,921.90
₹ 178,098.10
₹ 1,321,020.00
2027
₹ 1,152,480.73
₹ 1,152,515.47
₹ 58,419.53
₹ 1,210,935.00

હોમ લોન પાત્રતા શું છે?

હોમ લોન પાત્રતા માપદંડના સંચ તરીકે વિવરણ કરી શકાય છે, જેને આધારે ધિરાણદાર અરજદાર ધિરાણ મેળવવા માટે કેટલો પાત્ર છે તે નક્કી કરે છે. નાણાકીય સંસ્થાઓ તમે પૂર્વનિર્ધારિત મુદતમાં લોનની પુનઃચુકવણી કરવામાં સફળ રહેશો તેની ખાતરી રાખવા માટે હોમ લોન પાત્રતા તપાસે છે.

હોમ લોન પાત્રતાના માપદંડ

પીરામલ ફાઈનાન્સમાં હોમ લોન પાત્રતા માપદંડ નીચે મુજબ છેઃ

 • પાત્ર બનવા માટે અરજદારો સ્વ-રોજગારી હોવા અથવા જાહેર કે ખાનગી ક્ષેત્રની કંપની કે બહુરાષ્ટ્રીય કંપનીમાં નોકરી કરતા હોવા જોઈએ.
 • સ્વરોજગારી અરજદારો માટે હોમ લોન માટે ઉંમરની મર્યાદા 23થી 70 વર્ષની છે.
 • નોકરિયાતો માટે ઉંમર મર્યાદા 21 વર્ષથી 62 વર્ષ છે. સરકારી કર્મચારીના કિસ્સામાં મહત્તમ ઉંમર મર્યાદા 70 વર્ષ છે.
 • પીરામલ ફાઈનાન્સ હોમ લોન માટે સિબિલ સ્કોર 750 હોવો જોઈએ.

પીરામલ ફાઈનાન્સની હોમ લોન પાત્રતાની તપાસ કઈ રીતે કરશો?

મોર્ટગેજ પાત્રતા તપાસવા તમે પીરામલ ફાઈનાન્સનું હાઉસિંગ લોન પાત્રતા કેલ્ક્યુલેટર ઉપયોગ કરી શકો છો. તમારી પાત્રતા નક્કી કરવા માટે તમારે તમારો વ્યવસાય, ઉંમર, આવક વગેરે જેવી માહિતી એન્ટર કરવાની રહે છે. તમે ઋણ લો છો તે રકમ તમારી પાત્રતા દ્વારા નક્કી કરાય છે.

હોમ લોન પાત્રતા કઈ રીતે ગણતરી કરાય છે?

હોમ લોન પાત્રતાની ગણતરી મુખ્યત્વે અરજદારની વાર્ષિક આવકના આકલન પછી કરવામાં આવે છે. આ પછી અરજદારની ઉંમર, ધિરાણ ઈતિહાસ, ક્રેડિટ સ્કોર અને નાણાકીય સ્થિતિ ધ્યાનમાં લેવામાં આવે છે.

હોમ લોનની પાત્રતને અસર કરતાં પરિબળો

“મને કેટલી હોમ લોન મળશે” તેનો ઉત્તર નિમ્નલિખિત પરિબળો પર આધાર રાખે છેઃ

સ્વરોજગારી

સ્વરોજગારી વ્યાવસાયિકો, જેમ કે, ડોક્ટરો અને આર્કિટેક્ટો પણ હોમ લોન માટે અરજી કરી શકે છે. સ્વરોજગારી વ્યાવસાયિકોને હોમ લોન માટે પાત્ર બનવા ઉંમર મર્યાદા 23 વર્ષથી 70 વર્ષ છે.

આવક

પીરામલ ફાઈનાન્સે અરજદાર જ્યાં રહે છે તે અનુસાર તેમને માટે ચોક્કસ માસિક ચોખ્ખી આવક સ્થાપિત કરી છે. હોમ લોન પાત્રતા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવા સમયે તમારી લોનની અરજી મંજૂર થશે કે નહીં તે તપાસવા માટે તમારી ચોખ્ખી વાર્ષિક આવક એન્ટર કરવાની રહેશે.

સ્વતંત્ર વ્યાવસાયિકો

સ્વતંત્ર વ્યાવસાયિકો, જેમ કે, વેપાર માલિકો, ભાગીદારી પેઢીના ભાગીદારો અને પ્રોપ્રાઈટરો પણ પીરામલ ફાઈનાન્સ પાસેથી હોમ લોન માટે પાત્ર બને છે. સ્વતંત્ર વ્યાવસાયિકો માટે હોમ લોન માટે પાત્ર બનવા ઉંમર મર્યાદા 23 વર્ષથી 70 વર્ષ છે.

લોનની મુદત

તમે પસંદ કરો તે લોનની મુદત તમારી હોમ લોન પાત્રતાની રકમ પર મોટો પ્રભાવ પાડે છે. તમે લાંબી હોમ લોનની મુદત પસંદ કરો છો ત્યારે તમારા ઈએમઆઈ ઓછા રહેશે. તમે હોમ લોન પાત્રતા કેલ્ક્યુલેટર પર ઉચ્ચ લોનની મુદત એન્ટર કરો ત્યારે તે મંજૂર થવાની શક્યતા વધુ હોય છે, કારણ કે ઈએમઆઈ વધુ કિફાયતી બને છે.

ઉંમર મર્યાદા

બેન્કો એ જાણવા માગે છે કે નોકરિયાત કે નોકરિયાત વ્યાવસાયિકો તરીકે અરજદારને કેટલાં વર્ષ બાકી છે. તમે નિવૃત્તિનાં ઘણાં વર્ષો પૂર્વે હોમ લોન લેવા માગતા હોય તો તમને ઉચ્ચ રકમ મંજૂર થાય એવી શક્યતા છે. તમારી કારકિર્દીનાં વહેલાં વર્ષોમાં તમે હોય તો અન્ય અરજદારોથી નિશ્ચિત જ તમે લાભમાં રહો છો.

બાકી લોન(નો)

તમે હોમ લોન પાત્રતા તપાસો ત્યારે ઘણી બધી લોન અને ઋણ તમારી શક્યતાઓને અસર નહીં કરે, પરંતુ ઘણી બધી અનપેઈડ લોન હોય તો સમસ્યા છે. ઈએમઆઈ ચુકવણીની તારીખ ચૂકી જવી અને અશિસ્ત ધિરાણ ઈતિહાસ હોમ લોન મંજૂરીની તમારી શક્યતા પર નકારાત્મક અસર કરી શકે છે.

સિબિલ સ્કોર રિપોર્ટ

તમારો સિબિલ સ્કોર રિપોર્ટ તમે તમારો ધિરાણ ઈતિહાસ સારી રીતે વ્યવસ્થાપન કરી શકો છો કે નહીં તે બતાવે છે. તમારો સિબિલ સ્કોર તમારો પુનઃચુકવણી ઈતિહાસ, ક્રેડિટ કાર્ડ લેણાં અને મોજૂદ લોન જેવાં પરિબળો પર આધાર રાખે છે. હોમ લોન માટે પાત્ર બનવા આદર્શ સિબિલ સ્કોર 300થી 900ના સ્કેલ પર 750 છે. તમારો સિબિલ સ્કોર તપાસવાનો હેતુ તમારી પુનઃચુકવણી ક્ષમતા અને નાણાકીય ધિરાણક્ષમતાનું આકલન કરવાનો હોય છે.

વ્યાજ દર

નિશ્ચિત દર, ફ્લોટિંગ દર કે મિશ્રિત વ્યાજ દર બધા વિકલ્પો છે. ફ્લોટિંગ વ્યાજ દર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના પ્રતિસાદમાં વધઘટ થાય છે. જો નવી આરબીઆઈની માર્ગદર્શિકા ઓછા વ્યાજ દરોમાં પરિણમે તો તમારા ઈએમઆઈ ઓછા થશે અને વધે તો વધશે. નિશ્ચિત વ્યાજ દર તમારી લોનની સંપૂર્ણ મુદતમાં યથાવત રહે છે. મિશ્રિત વ્યાજ દરો સાથેની લોન ફ્લોટિંગ વ્યાજ દરમાં ફેરવવામાં આવે તે પૂર્વે નિર્ધારિત સમય માટે નિશ્ચિત વ્યાજ દર સાથે શરૂ થાય છે.

એલટીવી અને પ્રોપર્ટીનું મૂલ્ય

ધિરાણદારો લોન લેવામાં આવતી હોય તે મિલકત વિશે પણ જાણવા માગે છે. જો તમારા સપનાના ઘરનું બજાર મૂલ્ય ઉચ્ચ હોય તો તમે ઉચ્ચ લોન મૂલ્ય માટે પાત્ર બની શકો છો અને ઓછું હોય તો ઓછી લોન મળશે. આથી તમારે તમારું ભંડોળ પૂરતું વધે તે માટે યોગ્ય મૂલ્યની મિલકત પસંદ કરવી જોઈએ.

બેન્કો તમે કરી શકો તે ડાઉન પેમેન્ટ અને તમને જરૂરી ફાઈનાન્સિંગ રકમ પણ તપાસે છે. જો તમારી પાસે 20 ટકા ડાઉન પેમેન્ટ ભરવા જેટલી મૂડી હોય તો હોમ લોન મેળવવાનું આસાન બની જાય છે. જો તમને વધુ ભંડોળની જરૂર હોય તો તમારે સામાન્ય રીતે ઉચ્ચ વ્યાજ દર ચૂકવવાનો રહે છે.

નોકરિયાતો

જાહેર અથવા ખાનગી ક્ષેત્રમાં કામ કરતા નોકરિયાતો હોમ લોન માટે પાત્ર બને છે. સરકારી સંસ્થાઓ, બહુરાષ્ટ્રીય કંપનીઓ, પ્રોપ્રાઈટરશિપ સંસ્થાઓ અને ભાગીદારી પેઢીઓના કર્મચારીઓ પણ પાત્ર બને છે. ઉપરાંત એનજીઓ કે સંબંધિત સંસ્થાઓમાં કામ કરતા લોકો પણ પાત્ર બની શકે છે.

હોમ લોન માટે પાત્ર બનવા લઘુતમ ઉંમર 21 વર્ષ અને મહત્તમ ઉંમર 60 વર્ષ છે. જોકે સરકારી વ્યાવસાયિકો માટે આ મર્યાદા 70 વર્ષ સુધી છે, કારણ કે તેમને પેન્શન મળતું હોય છે. જોકે હોમ લોન નાગરિકો આવક ઊપજાવવામાં યોગદાન આપે ત્યાં સુધી ઉપલબ્ધ કરી શકાય છે.

હોમ લોન પાત્રતા કઈ રીતે વધારી શકાય?

જો તમે હોમ લોન પાત્રતા વધારવા માગતા હોય તો તમારે નિમ્નલિખિત બાબતો ધ્યાનમાં રાખવી જોઈએઃ

 • ઉત્તમ ક્રેડિટ સ્કોર હોય તેવા સહ- અરજદારોને પસંદ કરો.
 • સિબિલ સ્કોર 750થી વધુ જાળવો.
 • હંમેશાં તમારું ઋણ સમયસર પુનઃચુકવણી કરો.
 • તમારી આવકનાં વધારાના સ્રોતો જાહેર કરો.
 • તમારી હોમ લોન પુનઃચુકવણી કરવા માટે લાંબી મુદત પસંદ કરો.
 • આવકના પ્રમાણમાં નિશ્ચિત જવાબદારીઓને 40 ટકાથી નીચે રાખો.
 • ઉચ્ચ ડાઉન પેમેન્ટ તૈયાર રાખો.

એફએક્યુ

હોમ લોન મેળવવા માટે ઓછામાં ઓછો કેટલો પગાર હોવો જોઈએ?
piramal faqs

મારા પગાર સામે મને કેટલી હોમ લોન મળી શકે?
piramal faqs

હોમ લોન પાત્રતા કેલ્ક્યુલેટર ઉપયોગ કરવાનું લાભદાયી છે?
piramal faqs

બેન્ક પાસેથી મને કેટલી હોમ લોન મળી શકે?
piramal faqs

હોમ લોન પાત્રતા દસ્તાવેજો કયા આપવાના રહે છે?
piramal faqs

હોમ લોન પાત્રતામાં સહ-અરજદારની ભૂમિકા શું હોય છે?
piramal faqs

હોમ લોન સબસિડી માટે પાત્રતા માપદંડ શું છે?
piramal faqs

મારી મોજૂદ હોમ લોન ઉપરાંત મને ટોપ-અપ લોન મળી શકે?
piramal faqs

શું હું બાંધકામ હેઠળની મિલકત માટે લોન લઈ શકું?
piramal faqs

સંયુક્ત હોમ લોન માટે કોણ પાત્ર બને છે?
piramal faqs

શું મારા સંતાન મારી હોન લોન માટે સહ-અરજદાર બની શકે?
piramal faqs

શું હું હોમ લોન લીધા પછી કર લાભો માટે પાત્ર બની શકું?
piramal faqs

જો મારો ક્રેડિટ સ્કોર ખરાબ હોય તો હું હોમ લોન માટે પાત્ર બની શકું?
piramal faqs

બાંધકામ હેઠળની મિલકત માટે વિતરણની પ્રક્રિયા શું છે?
piramal faqs

હોમ લોન માટે અરજી કરવા સમયે કેવી જામીનગીરી આપવી પડે?
piramal faqs

શું નવી મિલકત ખરીદી કરવા મારા મોજૂદ લોન અકાઉન્ટ થકી ઉચ્ચ લોન મેળવી શકું?
piramal faqs