પીરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ આ તમારી ગોપનીયતાને ગંભીરતાથી લે છે અને તમારી અંગત માહિતીનું રક્ષણ કરવા કટિબદ્ધ છે અને કંપનીને ઉપલબ્ધ કરાયેલી માહિતી સુરક્ષિત રીતે જાળવી રખાશે એવી ખાતરી આપે છે.
કંપની તમારી અંગત માહિતી અનધિકૃત વ્યક્તિઓ અથવા કોઈ પણ અન્ય થર્ડ- પાર્ટી વેન્ડર સામે કોઈ પણ રીતે જાહેર કરવાનું ટાળવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે.
આ ગોપનીયતા નીતિ કંપનીની વેબસાઈટ અથવા અન્ય ડિજિટલ મંચો (એટલે કે, એપ્લિકેશન્સ, જેમ કે, પરંતુ તેને મર્યાદિત નહીં તે રીતે, ડિજિટલ ધિરાણ માટે એપ્લિકેશન્સ અને કંપનીનાં અન્ય મોબાઈલ એપ્લિકેશન્સ) કંપની જે રીતે તમારી અંગત માહિતી જમા, આદાનપ્રદાન, જાહેર, ટ્રાન્સફર અને નિકાસ કરે છે તે રીત સ્થાપિત કરે છે.
તમને કંપનીની વેબસાઈટ અને અન્ય ડિજિટલ મંચોનો ઉપયોગ કરવા પૂર્વે ગોપનીયતા નીતિ વાંચી લેવાની સલાહ છે.
કૃપા કરીને ધ્યાનમાં રાખો કે કંપનીની વેબસાઈટ અને અન્ય ડિજિટલ માધ્યમોમાં થર્ડ- પાર્ટી વેન્ડરની વેબસાઈટો અને અન્ય ડિજિટલ મંચો માટે લિંક્સ હોઈ શકે છે, જે તમારી સુવિધા માટે આપવામાં આવી છે.
કંપની તેની સાથે તમે આદાનપ્રદાન કરો તે માહિતીના ગોપનીયતાના વ્યવહારો અને સલામતી માટે જવાબદાર છે ત્યારે કંપની તમે વિઝિટ કરો એ વેબસાઈટો/અન્ય ડિજિટલ મંચોની ગોપનીયતાની નીતિ તમે જુઓ એવો અનુરોધ અને ભલામણ કરે છે.
અંગત માહિતી ભેગી કરવી અને ઉપયોગ
અંગત માહિતી એટલે ઓળખેલી અથવા ઓળખક્ષમ સ્વાભાવિક વ્યક્તિ સંબંધી કોઈ પણ માહિતી. ઓળખક્ષમ સ્વાભાવિક વ્યક્તિ એ છે જે ઓળખકર્તાનો ઉપયોગ કરીને પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે, પરંતુ તેને મર્યાદિત નહીં તે રીતે ઓળખી શકાય, જેમાં નામ, સંપર્ક વિતો, ઓળખ નંબર અથવા સ્થળના ડેટાનો સમાવેશ થાય છે.
તમારી અંગત માહિતી તમારા દ્વારા વિનંતી કરવામાં આવેલી પ્રોડકટો અને સેવાઓ પૂરી પાડવા માટે જાણવા માટે જરૂરી ધોરણે ભેગી કરાશે. કંપની તમારી અંગત માહિતીની પ્રક્રિયા કરવા પૂર્વે જ્યાં પણ જરૂરી હોય ત્યાં તમારી વિશિષ્ટ સંમતિ પ્રાપ્ત કરશે. કંપની તમારા દ્વારા પ્રાપ્ત આવી સંમતિનું ઓડિટ ટ્રેઈલ જાળવી રાખશે.
કંપની તમે આપો તે અંગત માહિતી સાથે કંપની સાથે તમારા વ્યવહારમાંથી પ્રાપ્ત અથવા અન્ય સંસ્થાઓ પાસેથી, જેમ કે, કંપનીની ધિરાણ સેવા પ્રદાતાઓ અને અન્ય થર્ડ- પાર્ટી વેન્ડરો પાસેથી પ્રાપ્તિ માહિતી સાથે પૂરક બનાવી શકે છે.
કૃપા કરીને ધ્યાનમાં રાખો કે જો તમે કંપનીને વિનંતી કરેલી માહિતી આપવા નહીં માગતા હોય તો કંપની તમને પ્રોડક્ટો અથવા સેવાઓ આપી નહીં શકે.
કંપની નિમ્નલિખિત હેતુઓ માટે તમારી અંગત માહિતીનો ઉપયોગ કરશેઃ:
- તમે વિનંતી કરી હોય અથવા તેમાં રસ ધરાવો છો અને તે સંબંધમાં તમારી સાથે સંદેશવ્યવહાર કરવા માટે જરૂરી છે એવું બતાવ્યું હોય તે પ્રોડક્ટો અને સેવાઓનો વહીવટ કરવા અને તે પૂરી પાડવા.
- તમે વિનંતી કરી હોય અથવા તેના રસ છે એવું બતાવ્યું હોય તે પ્રોડક્ટો અથવા સેવાઓનો વહીવટ કરવા અને તે આપવામાં પણ સંકલાયેલી થર્ડ પાર્ટીઓ સાથે આદાનપ્રદાન કરવા.
- તમે વિનંતી કરેલી કોઈ પણ પ્રોડક્ટો અથવા સેવાઓ ઉપલબ્ધ નથી એવો તમારી સાથે સંદેશવ્યવહાર કરવા.
- તમારું હિત હોઈ શકે તેવી અન્ય સુસંગત પ્રોડક્ટો અને સેવાઓ વિશે તમે અપડેટ કરવા અને ત્યાર પછીની ઓફરો કરવા માટે.
- છેતરપિંડી અંગે તપાસ કરવા અને તે હેતુઓ નિવારવા માટે.
- રેકોર્ડ રાખવાના હેતુથી.
- બજાર સંશોધન હાથ ધરવા અને ફીડબેક મેળવવા, જેથી કંપની તેની પ્રોડક્ટો અને સેવાઓમાં સુધારણા લાવી શકે.
- કંપનીનાં ડિજિટલ મંચો પર તમારી પ્રવૃત્તિઓનું પગેરું રાખવા માટે.
- વ્યક્તિગત રૂપરેખા નિર્માણ કરવા, જેથી કંપની તમારી અગ્રતાઓ સમજી શકે અને તેનો આદર કરી શકે.
- કંપનીનાં ડિજિટલ મંચો પર તમારો અનુભવ પર્સનલાઈઝ અને સુધારણા કરવા.
- કંપની તમને મોકલી શકે તે કોઈ પણ સંદેશવ્યવહાર પર્સનલાઈઝ અને / અથવા તૈયાર કરવા.
- કંપની પાસેથી તમે પ્રાપ્ત કરવા સંમતિ આપો તો કોઈ પણ માર્કેટિંગ સંદેશવ્યવહાર પર્સનલાઈઝ અને / અથવા તૈયાર કરવા કંપનીને અભિમુખ બનાવવા પ્રોફાઈલિંગના હેતુઓથી.
- કંપનીને લાગુ કોઈ પણ નિયામક અને કાનૂની આવશ્યકતાઓ પરિપૂર્ણ કરવા માટે.
કંપની તમને પ્રોડક્ટો અને સેવાઓ આપે અથવા જ્યાં કંપનીની પ્રોડક્ટો અથવા સેવાઓમાં તમારી રુચિ કંપની પાસે નોંધાવો ત્યાં કંપની તમારી અંગત માહિતી ભેગી અને સંગ્રહ કરશે, દાખલા તરીકે, તમે ઓનલાઈન અકાઉન્ટ માટે સાઈન-અપ કરો છો, કંપની / તેની સમૂહની કંપનીઓ પાસેથી માર્કેટિંગ સંદેશવ્યવહાર પ્રાપ્ત કરવા નોંધણી કરાવો છો (અને / અથવા અમારી ધિરાણ સેવા પ્રદાતાઓ અને થર્ડ- પાર્ટી વેન્ડરો પાસેથી) ત્યારે કંપનીનું એક ફોર્મ ભરો (ઓનલાઈન અથવા ઓફફલાઈન) અથવા અન્યથા કંપનીને ઉક્ત આપ્યા મુજબના હેતુમાટે તમારી અંગત માહિતી પૂરી પાડો.
તમે કંપનીનાં ડિજિટલ મંચો પર આદાનપ્રદાન કરો ત્યારે કંપની પણ આપોઆપ તમારી વિઝિટ વિશે નિમ્નલિખિત માહિતી આપોઆપ ભેગી કરી શકે છે. આ મુખ્યત્વે કંપનીનાં ડિજિટલ મંચો કઈ રીતે ઉપયોગ કરાય છે અને વધુ સુસંગત સંદેશવ્યવહાર નિર્માણ કરવા માટે કરાય છે.
- તમે ઉપયોગ કરેલા કંપનીના ડિજિટલ મંચ અને ઈન્ટરનેટ પ્રોટોકોલ (આઈપી) એડ્રેસ પર કઈ રીતે પહોંચ્યા.
- તમારા બ્રાઉઝરનો પ્રકાર, વર્ઝન અને પ્લગ-ઈન્સ અને તમારી ઓપરેટિંગ સિસ્ટમ.
- કંપનીના ડિજિટલ મંચ થકી તમારો પ્રવાસ, જેમાં તમે ક્લિક કરો તે લિંક્સ અને તમે કરેલા કોઈ પણ સર્ચ, પેજ પર તમે કેટલો સમય રહ્યા અને અન્ય પેજ ઈન્ટરએકશન માહિતીનો સમાવેશ થાય છે.
- તમને કઈ કન્ટેન્ટ ગમે અથવા આદાનપ્રદાન કરો છો.
- તમે જોયેલી જાહેરાતો અને તેની સામે તમારો પ્રતિસાદ.
- તમે જોયા અથવા પ્રતિસાદ આપ્યા હોઈ શકે તે પોપ-અપ અથવા પુશ મેસેજીસ.
- તમારા સબ્સ્ક્રિપ્શનની સ્થિતિ.
- તમે પૂર્ણ કરો તે કોઈ પણ ફોર્મ્સમાં ભેગી કરેલી માહિતી.
કંપની તેની વેબસાઈટ અથવા ડિજિટલ મંચોને પહોંચ માટે ઉપયોગ કરે તે આઈપી એડ્રેસમાંથી તમારું લોકેશન શોધી કાઢી શકે છે અને કંપની તેના ડિજિટલ મંચો પર ચોક્કસ કૃતિ કરવા તમે પ્રેરિત થયા તે માર્કેટિંગ પ્રવૃત્તિનું વિશ્લેષણ કરી શકે છે (દા.ત. એપ ડાઉનલોડ કરવું).
કંપનીના એપ્લિકેશન્સ માટે તમારા મોબાઈલ ફોનનાં સંસાધનોને વન-ટાઈમ પહોંચ આવશ્યક બની શકે છે, જેમ કે, કેમેરા, માઈક્રોફોન, લોકેશન અથવા કોઈ પણ અન્ય સુવિધા, જે ઓન- બોર્ડિંગ / નો-યોર- કસ્ટમર (કેવાયસી) આવશ્યકતાઓ માટે જરૂરી કોઈ પણ અન્ય સુવિધા. આવી પહોંચ તમારી સંમતિ મેળવીને જ પ્રાપ્ત કરી શકાશે. જોકે કંપની એપ્લિકેશન્સ તમારા મોબાઈલ ફોન પર સંસાધનોને પહોંચ નહીં આપ તેની ખાતરી રાખશે, જેમ કે, ફાઈલ, મિડિયા, કોન્ટેક્ટ લિસ્ટ, કોલ લોગ્સ અને ટેલિફોની ફંકશન્સ.
ઉપરાંત કંપની તેના એપ્લિકેશન્સમાં અથવા કંપનીનાં થર્ડ-પાર્ટી વેન્ડર એપ્લિકેશન્સ સાથે સંકળાયેલી પ્રણાલીઓમાં તમારી બાયોમેટ્રિક માહિતી ભેગી / સંગ્રહ નહીં કરશે, સિવાય કે લાગુ કાયદા હેઠળ મંજૂરી હોય.
કંપની એ ખાતરી રાખશે કે તમને પ્રોડક્ટો / સેવાઓ પૂરી પાડવા માટે તેના એપ્લિકેશન્સ અથવા સહભાગી અમારા થર્ડ-પાર્ટી વેન્ડરો તમારી અંગત માહિતીનો સંગ્રહ નહીં કરશે, સિવાય કે આવી માહિતી (જેમ કે, તેને મર્યાદિત તે રીતે, જેમ કે, નામ, સરનામું, સંપર્ક વિગતો) કામગીરી પાર પાડવા માટે આવશ્યક હોય.
કંપની ચોક્કસ અંગત માહિતીનો ઉપયોગ કરવા સંમતિ પૂરી આપી અથવા નહીં આપવાનો, થર્ડ-પાર્ટી વેન્ડરોને જાહેર કરવાથી નિયંત્રિત રાખવાનો અને અંગત માહિતી ભેગી કરવા સમયે આપેલી સંમતિ પાછી ખેંચવાનો વિકલ્પ તમને આપશે.
કંપની તમારી સંમતિ લેવા માટે તેના દ્વારા દરેક સમયે અંગત માહિતી ભેગી કરવાનો હેતુ જણાવશે.
કંપનીને અચૂક અને સંપૂર્ણ અંગત માહિતી પૂરી પાડવા તમે જવાબદાર છો. કૃપા કરી તમારી અંગત માહિતીમાં કોઈ પણ ફેરફારની કંપનીને જાણકારી આપો.Please notify the Company of any changes to your personal information.
તમારી અંગત માહિતીનું આદાનપ્રદાન કરો
કંપની તમારી સંમતિ પ્રાપ્ત કર્યા પછી સંકળાયેલા થર્ડ-પાર્ટી વેન્ડરો સાથે તમારી અંગત માહિતી આદાનપ્રદાન કરી શકે છે, સિવાય કે આદાનપ્રદાન કરવાનું કાનૂની અથવા નિયામક આવશ્યકતા અનુસાર જરૂરી હોય. આવી થર્ડ- પાર્ટી વેન્ડરો કરારની વ્યવસ્થાઓ અને કાનૂની અથવા નિયામક આવશ્યકતાઓ પરિપૂર્ણ કરવા કંપનીની પ્રોડક્ટો અને સેવાઓ પૂરી પાડવા સંબંધમાં જરૂર જણાય તે અનુસાર કંપની વતી અંગત માહિતીની પ્રક્રિયા કરી શકે છે.
કંપનીએ થર્ડ-પાર્ટી વેન્ડરો તમારી અંગત માહિતીનું રક્ષણ કરે અને તે આદાનપ્રદાન કરાઈ હોય તે હેતુથી જ પ્રક્રિયા કરે તેની ખાતરી રાખવાનું આવશ્યક છે.
કંપની નિમ્નલિખિત સાથે તમારી અંગત માહિતી આદાનપ્રદાન કરી શકે છેઃp>
- કાયદાની અમલબજાવણી કરતા અથવા સરકારી પ્રશાસન, જ્યાં તેમણે માહિતી જાહેર કરવા કંપનીની વિનંતી કરવા યોગ્ય કાનૂની પ્રક્રિયાનું પાલન કર્યું હોય.
- સેવાઓ પૂરી પાડતા થર્ડ-પાર્ટી વેન્ડરો.
અંગત માહિતી પ્રક્રિયા કરવા માટે કંપની દ્વારા અધિકૃતિ અપાયેલા ધિરાણ સેવા પ્રદાતાઓ (એલએસપી), ડિજિટલ ધિરાણ એપ્લિકેશન્સ (ડીએલએ) અને કલેકશન તથા રિકવરી એજન્ટોની યાદીને અહીં પહોંચ મેળવી શકાશે.
અંગત માહિતી જાળવી રાખવી
કંપની આ ગોપનીયતાની નીતિમાં અધોરેખિત વેપાર હેતુઓથી પરિપૂર્ણ કરવાનું જરૂરી સમયગાળા માટે તમારી અંગત માહિતીજાળવી રાખશે, સિવાય કે કાયદા દ્વારા વધુ લાંબો સમય તે જાળવી રાખવાનું આવશ્યક હોય અથવા તે માટે મંજૂરી અપાઈ હોય. કંપની સંરક્ષિત વિનાશ યંત્રણાનો ઉપયોગ કરીને જ અંગત માહિતીનો નિકાલ કરશે.
કૂકીઝ
ઘણા બધા અન્ય વેબસાઈટ ઓપરેટરો સાથે સામાન્ય મુજબ કંપની તેની વેબસાઈટ પર કૂકીઝ નામે સ્ટાન્ડર્ડ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. કૂકીઝ માહિતીના નાના નંગ હોય છે, જે તમારી કમ્પ્યુટર હાર્ડ ડ્રાઈવ પર તમારા બ્રાઉઝર દ્વારા સંગ્રહ કરાય છે અને તે તમે દરેક વિઝિટ પર કંપનીની વેબસાઈટ જે રીતે નેવિગેટ કરો છો તેની નોંધ કરવા ઉપયોગ કરે છે.
કંપની તમારી વિઝિટ વિશે નિમ્નલિખિત માહિતી આપોઆપ ભેગી અને હંગામી રીતે સંગ્રહ કરે છેઃ
- ઈન્ટરનેટ એક્સેસ કરવા તમે ઉપયોગ કરો તે ડોમેનનું નામ,
- તમારી વિઝિટની તારીખ અને સમય,
- મે વિઝિટ કરેલાં પેજીસ, અને
- તમે જ્યારથી વિઝિટ કરવા આવ્યા હોય તે વેબસાઈટનું એડ્રેસ.
કંપની સ્ટેટિસ્ટિકલ હેતુથી જ અને કંપનીની વેબસાઈટ વિઝિટરો માટે વધુ ઉપયોગ બનાવવા મદદરૂપ થવા માટે આ માહિતીનો ઉપયોગ કરે છે. સિવાય કે અન્યથા વિશિષ્ટ રીતે નોંધ કરાઈ હોય, તમારા વિશે વધારાની માહિતી ભેગી નહીં કરાશે.
તમારી અંગત માહિતીનું રક્ષણ કરવું
કંપની તમારી અંગત માહિતી સંરક્ષિત રાખવાની ઉચિત સાવચેતી રાખશે અને કંપની માટે તમારી અંગત માહિતી હાથ ધરે અથવા પ્રક્રિયા કરે તે કોઈ પણ થર્ડ- પાર્ટી વેન્ડરો પાસે પણ આવી જ અપેક્ષા રાખશે. તમારી અંગત માહિતીને પહોંચ અનધિકૃત પહોંચ નિવારવા, સુધારણા અથવા દુરુપયોગ નિવારવા માટે નિયંત્રિત રખાય છે.
કંપની તેની ઘટના વ્યવસ્થાપન પ્રક્રિયાઓ અનુસાર પ્રભાવિત કરતી અંગત માહિતીના સલામતીના ભંગનું વ્યવસ્થાપન કરશે.
કંપની ભેગી કરે તે બધી અંગત માહિતી સ્થાનિક નિયામક આવશ્યકતા અનુસાર ભારતમાં સ્થિત સર્વર્સમાં સંગ્રહ કરાશે.
તમારા ગોપનીયતાના અધિકારો
કંપની તમે તમારી અંગત માહિતીને વ્યુ અને રિવ્યુ કરવા ઉચિત પહોંચ આપશે અને યોગ્ય હોય ત્યાં સુધારો અને છેકી નાખવાની વિનંતી કરશે. તમારી ગોપનીયતાનું રક્ષણ કરવા માટે કંપની તમારી અંગત માહિતીને પહોંચ આપવા પૂર્વે તમારી ઓળખ વેરિફાઈ કરવા માટે ઉચિત પગલાં લેશે.
જો તમને નિમ્નલિખિત મૂંઝવણ હોય તો કંપનીને કહેવાનો અધિકાર છેઃ
- ભવિષ્યમાં કંપની દ્વારા સંપર્ક નહીં કરાય એવું ચાહતા હોય.
- કંપની તમારા વિશે રાખે તે અંગત માહિતીની નકલ જોઈતી હોય.
- કંપનીની નોંધમાંથી તમારી અંગત માહિતી છેકી કઢાવવા માગતા હોય (તમને સેવા આપવા માટે ઉપયોગ કરાતા કંપનીના એપ્લિકેશન્સ અને થર્ડ- પાર્ટી વેન્ડર્સના એપ્લિકેશન્સ સહિત).
- તમારી અંગત માહિતીનો કોઈ પણ દુરુપયોગ વિશે જાણકારી આપવા માગતા હોય.
- તમારી અંગત માહિતી સુધારવા અને અપડેટ કરવા માગતા હોય.
તમારી ગોપનીયતા નીતિમાં ફેરફાર
કંપની સમયાંતરે ગોપનીયતા નીતિમાં ફેરફાર કરી શકે છે અને કંપનીની વેબસાઈટ પર આવી સુધારિત આવૃત્તિ પોસ્ટ કરશે. કંપની તેની વેબસાઈટની વિઝિટકરવા અને તમારી અંગત માહિતી કંપની કઈ રીતે ઉપયોગ કરે છે તે વિશે માહિતગાર રહેવા માટે તમને પ્રોત્સાહન આપે છે.
ગોપનીયતા સંબંધી મૂંઝવણો કઈ રીતે હાથ ધરાય છે
તમારા ગોપનીયતાના અધિકારો અજમાવવા અથવા આ ગોપનીયતા નીતિ અથવા કંપનીના ડેટા ગોપનીયતા વ્યવહારો વિશે તમને કોઈ પ્રશ્ને હોય તો કૃપા કરી અહીં પહોંચ મેળવી શકો છો DPO.financialservices@piramal.com
30મી નવેમ્બર, 2022ના રોજથી અમલય