આ નીતિ પ્રસ્તાવની કાર્યરેખા 2.0: વ્યક્તિગતો અને નાના વેપારો માટે કોવિડ-19 સંબંધી તાણના પ્રસ્તાવના આરબીઆઈ પરિપત્રક (DOR.STR.REC.11/21.04.048/2021-22 તારીખ 5 મે, 2021) અનુસાર છે. પ્રસ્તાવની યોજનાની સુચારુતાનું આરબીઆઈ દ્વારા સૂચિત સીમાઓને આધીન આકલન કરાશે.

પ્રસ્તાવ માટે ધ્યાનમાં લેવાનારી ઋણની બાકી રકમ માટે સંદર્ભ તારીખ 31 માર્ચ, 2021 છે. ઉપરાંત આ નીતિ પિરામલ ફાઈનાન્સના રિટેઈલ પોર્ટફોલિયોમાં મોજૂદ ઋણદારોને લાગુ છે.

આરબીઆઈ દ્વારા મંજૂર માફીપત્ર એ ફરજિયાત માફીપત્ર નથી અને પિરામલ ફાઈનાન્સ માફીપત્ર ઓફર કરવા પૂર્વે ઋણદાર પર પ્રભાવનું આકલન કરશે.

  • આ નીતિ હેઠળ માફીપત્ર માટે ઋણદારો આપોઆપ પાત્ર નહીં બનશે. પિરામલ ફાઈનાન્સે માફીપત્ર કઈ રીતે આપી શકાશે તે માટે માપદંડ બનાવ્યા છે.
  • માફીપત્ર આપવા / નકારવાનો નિર્ણય અરજી પ્રાપ્ત થયાના 30 દિવસમાં ઋણદારોને લેખિતમાં જાણ કરાશે.

પ્રસ્તાવ યોજનાની મુખ્ય વિશિષ્ટતાઓ

ઋણદારના આવકના પ્રવાહને આધારે પ્રસ્તાવની યોજનામાં સમાવિષ્ટ રહેશેઃ

  • ચુકવણીઓનું રિશિડ્યુલિંગ.
  • ઉપાર્જિત કોઈ પણ વ્યાજ અથવા ઊપજનારું વ્યાજ અન્ય ધિરાણ સુવિધામાં ફેરવવું.
  • મોરેટોરિયમને મંજૂરી આપવી
  • મુદતનો વિસ્તાર

નોંધ: આ હેતુ માટે પ્રસ્તાવની યોજના તરીકે બાંધછોડની પતાવટ મંજૂર નથી.

લોનની પાત્રતાનો પ્રકાર

નીતિ કંપનીના રિટેઈલ વિભાગ દ્વારા ઉદભવનાર બધી લોન માટે લાગુ છે (પોર્ટફોલિયોની ખરીદી સહિત). નીતિ નિમ્નલિખિત લોનના પ્રકાર માટે લાગુ થશેઃ

  • હાઉસિંગ લોન
  • વેપારના હેતુથી વ્યક્તિગતો દ્વારા ઉપલબ્ધ લોન
  • માઈક્રો, સ્મોલ અને મિડિયમ ઉદ્યોગો તરીકે વર્ગીકૃત સિવાયના અન્ય રિટેઈલ અને હોલસેલ વેપારોમાં સંકળાયેલા સહિતના નાના વેપારોને આપવામાં આવેલી લોન.
  • ઓટો લોન
  • પર્સનલ લોન
  • કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન

પાત્ર ઋણદારો

ઋણદારોની નિમ્નલિખિત શ્રેણીઓ પાત્ર રહેશેઃ

  • પર્સનલ લોન લેનારા વ્યક્તિગતો (પરિપત્રક નં. DBR.No.BP.BC.99/08.13.100/2017-18 તારીખ 4 જાન્યુઆરી, 2018, એક્સબીએલઆર રિટર્ન્સ- અર્બનાઈઝેશન ઓફ બેન્કિંગ સ્ટાટિસ્ટિક્સમાં વ્યાખ્યા અનુસાર).
  • વેપારી હેતુ માટે લોન અને એડવાન્સ લેનારા અને જેમને ધિરાણ સંસ્થાઓ 31 માર્ચ, 2021ના રોજ રૂ. 25 કરોડથી વધુ એકત્રિત સન્મુખતા ધરાવતી હોય તેવા વ્યક્તિગતો. એકત્રિત સન્મુખતા પર મર્યાદા આરબીઆઈના પરિપત્રક RBI/2021-22/46 DOR.STR.REC.20/21.04.048/2021-22, તારીખ 4 જૂન, 2021ના રોજ સુધારીને રૂ. 50 કરોડ કરાઈ છે.
  • 31 માર્ચ, 2021ના રોજ માઈક્રો, સ્મોલ અને મિડિયમ ઉદ્યોગો તરીકે વર્ગીકૃત સિવાયના અન્ય રિટેઈલ અને હોલસેલ વેપારોમાં સંકળાયેલા સહિતના નાના વેપારો અને 31 માર્ચ, 2021ના રોજ જેમને ધિરાણ સંસ્થાઓ 31 માર્ચ, 2021ના રોજ રૂ. 25 કરોડથી વધુ એકત્રિત સન્મુખતા ધરાવતી હોય તેવા વ્યક્તિગતો. એકત્રિત સન્મુખતા પર મર્યાદા આરબીઆઈના પરિપત્રક RBI/2021-22/46 DOR.STR.REC.20/21.04.048/2021-22, તારીખ 4 જૂન, 2021ના રોજ સુધારીને રૂ. 50 કરોડ કરાઈ છે.

ઋણદારોએ નિમ્નલિખિત ઉલ્લેખિત બધા માપદંડને પહોંચી વળવાનું જરૂરી છેઃ

  • ઋણદાર કોવિડ-19ને લીધે તાણ ધરાવતો હોય.
  • ઋણદારનાં ખાતાં 31 માર્ચ, 2021ના રોજ સ્ટાન્ડર્ડ તરીકે વર્ગીકૃત કરાયાં હોય.

નોંધ પાત્ર ઋણદારો પર આખરી નિર્ણય મંજૂર સત્તા જ લઈ શકશે.

અરજી કઈ રીતે કરવી

  • અમારું અરજી પત્રક વાંચો અને વિગતો ભરો.
  • તમારી બધી આવક અને કેવાયસી દસ્તાવેજો સુપરત કરો.
  • અરજી વેરિફિકેશન માટે પ્રક્રિયા થાય ત્યાં સુધી વાટ જુઓ.
  • જો બધા પાત્રતા માપદંડને પહોંચી વળે તો તમારી લોન જૂજ મિનિટોમાં મંજૂર થશે.
  • ત્યાર પછી લોનની રકમ વિતરણ કરાશે અને તમારા બેન્ક ખાતામાં જમા કરાશે.

વેરિફિકેશન પ્રક્રિયા કોવિડ-19ને લીધે આવકના પ્રવાહને અસર થઈ હોવાને સમર્થન આપે છે.

પર્સનલ લોન માટે

પેન્શનદાતાઓ અથવા નોકરિયાતોના સંજોગોમાં : નોકરી ગુમાવેલી કે પગારમાં ઘટાડો કરેલો હોવો જોઈએ. આ વેરિફાઈ કરવા પિરામલ ફાઈનાન્સ છેલ્લામાં છેલ્લી બેન્ક ખાતાની વિગતો અને પગારની રસીદો અગાઉના સમયગાળા સાથે તુલના કરીને તપાસ અને વેરિફાઈ કરશે.

બિન- નોકરિયાતના સંજોગોમાઃ આવકનો પ્રવાહ નોંધપાત્ર રીતે ઘટી ગયેલો હોવો જોઈએ. આ માટે અમે જીએસટી રિટર્ન અને બેન્ક ખાતાની વિગતો તપાસીશું.

બંને સંજોગોમાં કોઈ પણ દસ્તાવેજી કાર્યવાહીના પુરાવાને અભાવે, મહામારીને લીધે આવકનું નુકસાન પણ ઘોષણા ગણવામાં આવશે.

ઉક્ત સંજોગો સિવાય નિમ્નલિખિત સંજોગો પણ તમે દસ્તાવેજી પુરાવા આપ્યા પછી પ્રસ્તાવ માટે પાત્ર ગણાશેઃ

જો તમે અથવા તમારા નિર્ભરને કોવિડ લાગુ થાય અને હોસ્પિટલમાં દાખલ કરવા પડે, જેમાંથી ઉપચારમાં મોટો ખર્ચ થવા પર તમે રાહત માટે પાત્ર બની શકો છો.

કોવિડ-19ને લીધે ઋણદાર (તમે) અથવા સહ-ઋણદારનું મૃત્યુ.

નોકરી મેળવવામાં વિલંબ અથવા કોર્સ પૂર્ણ કરવામાં વિલંબને લીધે શૈક્ષણિક લોનમાં રાહત.

કોવિડ-19ને લીધે ઘરના કબજામાં વિલંબ અથવા બાંધકામ પૂરું કરવામાં વિલંબને લીધે હાઉસિંગ લોનમાં રાહત.

નાની બિઝનેસ લોન માટે

કંપની અથવા વેપાર માલિકોનાં છેલ્લા છ મહિનાના બેન્ક નિવેદન દેખીતી રીતે જ તપાસવામાં આવશે અને અગાઉના સમયગાળા સાથે તુલના કરાશે.

કંપની અથવા વેપાર માસિકના છેલ્લા છ મહિનાના જીએસટી વળતરો દેખીતી રીતે જ તપાસવામાં આવશે અને અગાઉના સમયગાળા સાથે તુલના કરાશે.

31 માર્ચ, 2021ના પૂરા થયેલા આર્થિક વર્ષ માટે નફો અને નુકસાનનાં સ્વ-પ્રમાણિત નિવેદનનું સારી રીતે સમર્થન મેળવવામાં આવશે.

વ્યાજ દરઃ આ કાર્યરેખા હેઠળ લોન ખાતાનો વ્યાજ દર સુધારવામાં આવ્યો છે અને વર્તમાન લોન ખાતાના વ્યાજમાં 0.50 ટકા ઉપરાંત રહેશે.

આ કાર્યરેખા હેઠળ પ્રસ્તાવની યોજના માટે પાત્ર નથી તેવી શ્રેણી / ધિરાણ સુવિધાઓ

  • પિરામલ ફાઈનાન્સના અધિકારી / કર્મચારી
  • ધિરાણ સંસ્થાઓમાં જેમની એકત્રિત સન્મુખતા 31 માર્ચ, 2021ના રોજ રૂ. 50 કરોડ અથવા ઓછી હોય તેવા એસએમઈ ઋણદારો.
  • માસ્ટર ડાયરેક્શન FIDD.CO.Plan.1/04.09.01/2016-17 તારીખ 7 જુલાઈ, 2021 (અપડેટેડ અનુસાર) ફકરો 6.1માં આપ્યા મુજબ ખેત ધિરાણ, સિવાય કે સંલગ્નિત પ્રવૃત્તિઓ માટે લોન, જેમ કે, ડેરી, મત્સ્યપાલન, પશુપાલન, મરઘાપાલન, મધમાખી ઉછેર અને રેશમ ઉછેર પ્રસ્તાવની કાર્યરેખાની ક્ષિતિજમાંથી અપવાદ છે. ઉક્તને આધીન ખેડૂત પરિવારને અપાતી લોન જો પ્રસ્તાવની કાર્યરેખામાં આપેલા અપવાદો માટે કોઈ પણ અન્ય સ્થિતિઓને તેઓ પહોંચી વળતા નહીં હોય તો પ્રસ્તાવની કાર્યરેખા હેઠળ પ્રસ્તાવ માટે પાત્ર રહેશે.
  • કૃષિ પર ધિરાણ માટે પ્રાથમિક કૃષિ ધિરાણ સંસ્થાઓ (પીએસીએસ), ખેડૂત સેવા સંસ્થાઓ (એફએસએસ) અને મોટા આકારની આદિવાસી બહુહેતુક સંસ્થાઓ (એલએએમપીએસ)ને લોન.
  • ધિરાણ સંસ્થાઓની નાણાકીય સેવા પ્રદાતાઓને સન્મુખતા.
  • કેન્દ્ર અને રાજ્ય સરકારો, સ્થાનિક સ્વાયત્ત સંસ્થાઓ (જેમ કે, મહાપાલિકાઓ) અને સંસદ કે રાજ્ય વિધાનસભાની ધારા દ્વારા સ્થાપિત બોડી કોર્પોરેટ્સને સન્મુખતા.

ઋણદારનાં ખાતાંએ અહીં ઉલ્લેખિત વિશેષ મુક્તિને આધીન પિરામલ ફાઈનાન્સ દ્વારા જારી "કોવિડ-19 સંબંધી તાણ માટે પ્રસ્તાવની કાર્યરેખા પર નીતિ" હેઠળ પ્રસ્તાવની કાર્યરેખા 1.0ના નિયમોમાં કોઈ પણ પ્રસ્તાવ ઉપલબ્ધ નહીં કર્યો હોવો જોઈએ.

જોકે કાર્યરેખા 1.0 (નીતિ) હેઠળ પ્રસ્તાવ હેઠળ પસાર થયેલાં ખાતાં / સન્મુખતાઓ 24 મહિનાના મહત્તમ સમયગાળાને આધીન મોરેટોરિયમ / પુનઃચુકવણી યોજનાના વિસ્તાર સહિત નવી માળખાબદ્ધ શરતોની સમીક્ષા માટે ધ્યાનમાં લેવાઈ શકે છે (કાર્યરેખા 1.0 હેઠળ મોરેટોરિયમ / શેષ મુદતનો વિસ્તાર સહિત).

આરબીઆઈના પરિપત્રક (5 મે, 2021)ની તારીખથી કોવિડ-19 મહામારીને લીધે આર્થિક મુશ્કેલીને લીધે જરૂરી કોઈ પણ પ્રસ્તાવ આ કાર્યરેખા હેઠળ જ હાથમાં લેવાશે.

  • ઋણદારોને કોવિડ-19ને લીધે તેમના દ્વારા સામનો કરાતા આર્થિક તાણની વિગતો લેખિત વિનંતી પર (ઈમેઈલ) અથવા કોલ સેન્ટર / કસ્ટમર કેર થકી વિનંતી કરવા પર પ્રસ્તાવની યોજના માટે ધ્યાનમાં લેવાશે.
  • ઋણદારોને આવકનો પુરાવો, બેન્કનાં નિવેદન અને પિરામલ ફાઈનાન્સ દ્વારા મૂલ્યાંકન માટે જરૂરી જણાય તેવા કોઈ પણ અન્ય દસ્તાવેજો રજૂ કરવા માટે પુછાશે.
  • આ કાર્યરેખા હેઠળને પ્રસ્તાવ 30મી સપ્ટેમ્બર, 2021થી પૂર્વે આહવાન કરી શકાશે અને પ્રસ્તાવની પ્રક્રિયાને આહવાન કર્યાની તારીખથી 90 દિવસમાં આખરી ઓપ અને અમલબજાવણી કરવાનું આવશ્યક રહેશે.
  • જો ફક્ત સમયરેખાનું કોઈ પણ સમયે ઉલ્લંઘન થાય તો પ્રસ્તાવની પ્રક્રિયા સંબંધિત ઋણદારના સંબંધમાં તુરંત સમાપ્ત થશે. ઉક્ત નિર્ધારિત સમયરેખાનું ઉલ્લંઘન કરેલી કોઈ પણ પ્રસ્તાવની યોજના સંપૂર્ણપણે પ્રુડેન્શિયલ ફ્રેમવર્ક ફોર રિઝોલ્યુશન ઓફ સ્ટ્રેસ્ડ એસેટ્સ, તારીખ 7 જૂન, 2019 દ્વારા અથવા જ્યાં ધિરાણ સંસ્થા, એટલે કે, એચએફસીની ચોક્કસ શ્રેણી સંબંધમાં લાગુ નથી ત્યાં સુસંગત સૂચનાઓ દ્વારા સંપૂર્ણ શાસિત થશે, જ્યાં તે આ કાર્યરેખા હેઠળ પ્રસ્તાવની પ્રક્રિયા ક્યારેય આહવાન નહીં કરાઈ હોય તે રીતે માસ્ટર ડાયરેક્ટશન- નોન- બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપની- હાઉસિંગ ફાઈનાન્સ કંપની (રિઝર્વ બેન્ક) ડાયરેક્શન્સ 2021ના ફકરા 8..2ની દ્રષ્ટિએ શાસન કરાશે.

પ્રસ્તાવની યોજના નિમ્નલિખિત બધી શરતોને પહોંચી વળાય તો જ અમલ થશે એવું ગણવામાં આવશેઃ

  • પિરામલ ફાઈનાન્સ અને ઋણદાર વચ્ચે જરૂરી કરારના અમલ સહિત સર્વ સંબંધિત દસ્તાવેજીકરણ અને જો કોઈ હોય તો આપવામાં આવેલા કોલેટરલ્સ અમલ કરાયેલી પ્રસ્તાવની યોજના સાથે સુસંગત હોવા પર કંપની દ્વારા પૂર્ણ કરાય છે.
  • લોનની શરતોની દ્રષ્ટિએ ફેરફાર પિરામલ ફાઈનાન્સના પુસ્તકોમાં સ્પષ્ટ રીતે પ્રદર્શિત કરાશે.
  • ઋણદાર સુધારિત નિયમો અનુસાર ધિરાણ સંસ્થા સાથે ડિફોલ્ટમાં નહીં હોય.

પ્રસ્તાવની યોજનાને આખરી ઓપ આપવા પર ગ્રાહકની સંમતિ લેવાશે અને પિરામલ ફાઈનાન્સ અને ઋણદાર વચ્ચે કરારનો અમલ કરાશે, જેમાં પ્રસ્તાવની યોજનાના નિયમો અને શરતોની વિગતો અપાશે.